૨૪૬ ] [ મોક્ષશાસ્ત્ર
અર્થઃ– તે બધા દ્વીપ-સમુદ્રોની વચમાં જંબુદ્વીપ છે, તેની નાભિ સમાન સુદર્શન મેરુ છે; તથા જંબુદ્વીપ થાળી સમાન ગોળ છે અને એક લાખ યોજન તેનો વિસ્તાર છે.
(૧) સુદર્શનમેરુની ઊંચાઈ એક લાખ યોજનની છે, તેમાંથી તે એક હજાર યોજન નીચે જમીનમાં અને નવાણું હજાર યોજન જમીનની ઉપર છે. તે સિવાય ૪૦ યોજનની ચૂલિકા છે. [બધી અકૃત્રિમ ચીજોના માપમાં ૨૦૦૦ કોસનો યોજન લેવામાં આવે છે, તે મુજબ અહીં લેવો.]
(ર) કોઈ પણ ગોળ ચીજનો પરિધિ તેના વ્યાસ કરતાં ત્રણગણાથી સહેજ વધારે (રર/૭) હોય છે. જંબુદ્વીપનો પરિધિ ૩૧૬૨૨૭ યોજન ૩ કોસ, ૧૨૮ ધનુષ અને ૧૩।। અંગુલથી કાંઈક અધિક થાય છે.
(૩) આ દ્વીપના વિદેહક્ષેત્રમાં આવેલ ઉત્તરકુરુ ભોગભૂમિમાં અનાદિનિધન પૃથ્વીકાયરૂપ અકૃત્રિમ પરિવાર સહિત જંબુવૃક્ષ છે તેથી દ્વીપનું નામ જંબુદ્વીપ છે. ।। ૯।।
અર્થઃ– આ જંબુદ્વીપમાં ભરત, હૈમવત, હરિ, વિદેહ, રમ્યક, હૈરણ્યવત અને ઐરાવત એ સાત ક્ષેત્ર છે.
ભરતક્ષેત્રમાં આપણે રહીએ છીએ, વિદેહક્ષેત્રમાં શ્રી સીમંધરાદિક વીસ વિહરમાન તીર્થંકર ભગવાનો વિચરે છે. ।। ૧૦।।
અર્થઃ– તે સાત ક્ષેત્રોના વિભાગ કરનારા પૂર્વથી પશ્ચિમ સુધી લાંબા ૧- હિમવત્,