Moksha Shastra (Gujarati). Sutra: 12-17 (Chapter 3).

< Previous Page   Next Page >


Page 248 of 655
PDF/HTML Page 303 of 710

 

અ. ૩ સૂત્ર ૧૨ થી ૧૬ ] [ ૨૪૭ ર-મહાહિમવત્, ૩-નિષધ, ૪-નીલ, પ-રુકિમ અને ૬-શિખરિન એ છ વર્ષધર- કુલાચલ-પર્વત છે. [વર્ષ = ક્ષેત્ર]।। ૧૧।।

કુલાચલોનો રંગ
हेमार्जुनतपनीयवैडूर्यरजतहेममयाः।। १२।।

અર્થઃ– ઉપર કહેલા પર્વતો ક્રમથી ૧-સુવર્ણ, ર-ચાંદી, ૩-તાવેલું સોનું, ૪- વૈડૂર્ય (નીલ) મણિ, પ-ચાંદી અને ૬-સુવર્ણ જેવા રંગના છે. ।। ૧૨।।

કુલાચલોનું વિશેષસ્વરૂપ
मणिविचित्रपार्श्वा उपरि मूले च तुल्यविस्ताराः।। १३।।

અર્થઃ– આ પર્વતોના તટ ચિત્ર-વિચિત્ર મણિઓના છે અને ઉપર, નીચે તથા મધ્યમાં એકસરખા વિસ્તારવાળા છે. ।। ૧૩।।

કુલાચલો ઉપર સ્થિર સરોવરોના નામ

पद्ममहापद्मतिगिञ्छकेशरिमहापुण्डरीकपुण्डरीका ह्रदाम्तेषामुपरि।। १४।।

અર્થઃ– એ પર્વતોની ઉપર ક્રમથી ૧-પદ્મ, -મહાપદ્મ, ૩-તિગિઞ્છ, ૪-કેશરિ, પ-મહાપુંડરીક અને ૬-પુંડરીક નામના સરોવરો છે. ।। ૧૪।।

પહેલા સરોવરની લંબાઈ–પહોળાઈ
प्रथमो योजनसहस्रायामस्तदर्द्धविष्कम्भो हृदः।। १५।।

અર્થઃ– પહેલું પદ્મસરોવર એક હજાર યોજન લાંબુ અને લંબાઈથી અર્ધું અર્થાત્ પાંચસો યોજન વિસ્તારવાળું છે. ।। ૧પ।।

પહેલા સરોવરની જાડાઈ (–ઊંડાઈ)
दशयोजनावगाहः।। १६।।
અર્થઃ– પહેલું સરોવર દસ યોજન અવગાહ (જાડાઈ-ઊંડાઈ) વાળું છે.।। ૧૬।।
તે સરોવરની વચ્ચેના કમળનું પ્રમાણ
तन्मध्ये योजनं पुष्करम्।। १७।।
અર્થઃ– તેની મધ્યમાં એક યોજન વિસ્તારવાળું કમળ છે. ।। ૧૭।।