અ. ૩ સૂત્ર ૩પ-૩૬ ] [ ૨પપ
અર્થઃ– માનુષોત્તર પર્વત સુધી એટલે કે અઢીદ્વીપમાં જ મનુષ્યો હોય છે - માનુષોત્તર પર્વતથી આગળ ઋદ્ધિધારી મુનીશ્વર કે વિધાધરો પણ જઈ શકતા નથી.
(૧) જંબુદ્વીપ, લવણસમુદ્ર, ધાતકીખંડ, કાલોદધિ અને પુષ્કરાર્દ્ધ - એ ક્ષેત્ર અઢી દ્વીપ છે, તેનો વિસ્તાર ૪પ લાખ યોજન છે.
(ર) કેવળ સમુદ્ઘાત અને મારણાંતિક સમુદ્ઘાતના પ્રસંગ સિવાય મનુષ્યના આત્મપ્રદેશો અઢી દ્વીપ બહાર જઈ શકે નહિ.
(૩) આગળ ચાલતાં આઠમો નંદીશ્વરદ્વીપ છે, તેમાં ચાર દિશામાં ચાર અંજનગિરિ પર્વત, સોળ દધિમુખ પર્વત અને બત્રીસ રતિકર પર્વત છે. તે ઉપર મધ્યભાગમાં જિનમંદિરો છે. નંદીશ્વરદ્વીપમાં એવાં બાવન જિનમંદિરો છે. બારમો કુંડલવરદ્વીપ છે. તેમાં ચાર દિશાનાં મળીને ચાર જિનમંદિરો છે. તેરમો રુચકવર નામનો દ્વીપ છે. તેની વચમાં રુચક નામનો પર્વત છે, તે પર્વત ઉપર ચારે દિશામાં થઈને ચાર જિનમંદિરો છે; ત્યાં દેવો જિનપૂજન માટે જાય છે; એ પર્વત ઉપર અનેક કૂટ છે. તેમાં અનેક દેવીના નિવાસ છે; તે દેવીઓ તીર્થંકરપ્રભુના ગર્ભ અને જન્મકલ્યાણકમાં પ્રભુના માતાની અનેક પ્રકારની સેવા કરે છે. ।। ૩પ।।
ઋદ્ધિપ્રાપ્તઆર્ય = જે આર્યજીવોને વિશેષ શક્તિ પ્રાપ્ત હોય તે.
અનૃદ્ધિપ્રાપ્તઆર્ય = જે આર્યજીવોને વિશેષ શક્તિ પ્રાપ્ત ન હોય તે.
(ર) ઋદ્ધિપ્રાપ્તઆર્યના આઠ પ્રકાર છે - ૧ - બુદ્ધિ, ર-ક્રિયા, ૩-વિક્રિયા, ૪-તપ, પ-બળ, ૬-ઔષધ, ૭-રસ, અને ૮-ક્ષેત્ર. આ આઠ ઋદ્ધિઓનું સ્વરૂપ કહેવાય છે.