Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 33 of 710

 

[૩૧]

પરમેષ્ઠિઓના ગુણોનું સ્મરણ છે તેમ જીવ અને પુદ્ગલોનાં સ્થિર રહેવામાં નિશ્ચયનયથી તેમના સ્વભાવ જ ઉપાદાન કારણ છે અને વ્યવહારનયથી અધર્મદ્રવ્ય- એવો આ સુત્રનો અર્થ છે.”

આ કથનથી એમ સિદ્ધ થાય છે કે ધર્મપરિણત જીવને શુભોપયોગનું નિમિત્તપણું અને ગતિપૂર્વક સ્થિર થનારને માટે અધર્માસ્તિકાયનું નિમિત્તપણું સમાન છે. નિમિત્તથી ખરેખર લાભ (હિત) માનવાવાળાઓ નિમિત્તને ઉપાદાન જ માને છે, વ્યવહારને નિશ્ચય જ માને છે અર્થાત્ વ્યવહાર મોક્ષમાર્ગથી વાસ્તવમાં (ખરેખર) લાભ માને છે તેથી તેઓ બધા મિથ્યાદ્રષ્ટિ છે. શ્રી મોક્ષમાર્ગ-પ્રકાશક પાનું રપર માં પણ કહ્યું છે કે-“આ જીવ નિશ્ચયાભાસને જાણે-માને છે, પરંતુ વ્યવહાર સાધનને ભલાં જાણે છે... વ્રતાદિ શુભોપયોગરૂપ પ્રવર્તે છે, તેથી અંતિમ ગ્રૈવેયક સુધીનાં પદ પામે છે, પરંતુ સંસારનો જ ભોકતા રહે છે.’

કેવળજ્ઞાન, –ક્રમબદ્ધ–ક્રમવર્તી

(૧૯) કેવળજ્ઞાન સંબંધી અનેક પ્રકારની વિપરીત માન્યતાઓ ચાલી રહી છે, માટે તેનું સાચું સ્વરૂપ શું છે તે આ શાસ્ત્રમાં પાનાં ૧પ૯ થી ૧૭૦ સુધીમાં દર્શાવ્યું છે. આ મૂળ વાત તરફ આપનું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.

૧- કેવળી ભગવાન આત્મજ્ઞ છે. પરજ્ઞ નથી-એવી પણ એક જૂઠી માન્યતા ચાલી રહી છે, પરંતુ શ્રી પ્રવચનસારની ગા. ૧૩ થી પ૪ સુધીની ટીકામાં તેનું સ્પષ્ટ સમાધાન કર્યું છે. તેમાં ગાથા ૪૮ માં કહ્યું છે કે “જે એકી સાથે ત્રૈકાલિક ત્રિભુવનસ્થ પદાર્થોને નથી જાણતો તેને પર્યાયસહિત એક દ્રવ્યને પણ જાણવું શક્ય નથી,” એથી સિદ્ધ થાય છે કે જે સર્વને નથી જાણતો તે પોતાને (આત્માને) નથી જાણતો.” પ્રવચનસાર ગા. ૪૯ માં પણ ઘણી સ્પષ્ટતાથી કહેલ છે. ગાથા ઉપર ટીકાની સાથે જે કળશ છે તે ખાસ સૂક્ષ્મતાથી વાંચવા યોગ્ય છે.

શુદ્ધોપયોગનું ફળ કેવળજ્ઞાન છે તેથી કેવળજ્ઞાન પ્રગટ કરવાને માટે શુદ્ધોપયોગ અધિકાર શરૂ કરતાં આચાર્યદેવે પ્રવચનસાર ગાથા ૧૩ ની ભૂમિકામાં કહ્યું છે કે “એ પ્રમાણે આ (ભગવાન કુન્દકુન્દાચાર્યદેવ), સમસ્ત શુભાશુભોપયોગવૃત્તિને અપાસ્ત કરીને, (હેય માનીને, તિરસ્કાર કરીને, દૂર કરીને) શુદ્ધોપયોગ વૃત્તિને આત્મસાત્ (પોતાપણે) કરતા થકા શુદ્ધોપયોગ અધિકારનો પ્રારંભ કરે છે. તેમાં (શરૂઆતમાં) શુદ્ધોપયોગના ફળની આત્માના પ્રોત્સાહનને માટે પ્રશંસા કરે છે,” કારણ કે શુદ્ધોપયોગનું ફળ જ કેવળજ્ઞાન છે.

તે કેવળજ્ઞાનના સંબંધમાં વિસ્તારથી સ્પષ્ટ આધાર સહિત સમજવાને માટે જુઓ આ શાસ્ત્રમાં પાનાં ૧૬૦ થી ૧૭૦ સુધી.