Moksha Shastra (Gujarati). Sutra: 24-26 (Chapter 4).

< Previous Page   Next Page >


Page 290 of 655
PDF/HTML Page 345 of 710

 

અ. ૪ સૂત્ર ૨૪-૨પ-૨૬ ] [ ૨૮૯

લૌકાંતિક દેવો
बह्मलोकालया लौकान्तिकाः।। २४।।
અર્થઃ– જેમનું નિવાસસ્થાન પાંચમું સ્વર્ગ (બ્રહ્મલોક) છે તે લૌકાંતિક દેવો છે.
ટીકા

આ દેવો બ્રહ્મલોકના અંતમાં રહે છે, તથા એક ભાવાવતારી (એકાવતારી) છે તેથી લોકનો અંત(-સંસારનો નાશ) કરવાવાળા છે તેથી તેમને લૌકાંતિક કહેવાય છે; તેઓ દ્વાદશાંગના પાઠી હોય છે. ચૌદપૂર્વના ધારક હોય છે, બ્રહ્મચારી રહે છે અને તીર્થંકરપ્રભુના તપકલ્યાણકમાં આવે છે; તેમને દેવર્ષિ પણ કહેવામાં આવે છે. ।। ર૪।।

લૌકાંતિક દેવોનાં નામો
सारस्वतादित्यवह्न्यरुणगर्दतोयतुषिताव्याबाघारिष्टाश्च।। २५।।

અર્થઃ– લૌકાંતિક દેવોના આઠ પ્રકાર છે-૧. સારસ્વત, ર. આદિત્ય, ૩. વહ્નિ; ૪, અરુણ, પ. ગર્દતોય, ૬. તુષિત, ૭. અવ્યાબાધ અને ૮. અરિષ્ટ. આ દેવો બ્રહ્મલોકની ઐશાન વગેરે આઠ દિશાઓમાં રહે છે.

ટીકા

આ દેવોના આ આઠ મૂળ ભેદો છે અને તે આઠના રહેવાનાં સ્થાનની વચ્ચેના ભાગમાં રહેનારા દેવોનાં બીજા સોળ પ્રકાર છે; આ રીતે કુલ ચોવીસ ભેદો છે. આ દેવોનાં સ્વર્ગના નામ તેમનાં નામ અનુસાર જ છે, તેઓ બધા સરખા છે, તેમનામાં કોઈ નાનું-મોટું નથી, સૌ સ્વતંત્ર છે, તેમની કુલ સંખ્યા ૪૦૭૮ર૦ છે. સૂત્રમાં આઠ નામો આપીને છેડે ‘च’ શબ્દ મૂક્યો છે તે એમ સૂચવે છે કે આ આઠ સિવાયના બીજા ભેદો પણ છે. ।। રપ।।

અનુદિશ અને અનુત્તરવાસી દેવોના અવતારનો નિયમ
विजयादिषु द्विचरमाः।। २६।।

અર્થઃ– વિજય, વૈજયન્ત, જયન્ત, અપરાજિત અને અનુદિશ વિમાનોના અહમિન્દ્રો દ્વિચરમી હોય છે અર્થાત્ મનુષ્યના બે જન્મ (ભવ) કરી અવશ્ય મોક્ષ જાય છે. (આ બધા જીવો સમ્યગ્દ્રષ્ટિ જ હોય છે.)