૨૮૮ ] [ મોક્ષશાસ્ત્ર
૬. ઉત્કૃષ્ટ દેવપણાને લાયકના સર્વોત્કૃષ્ટ શુભભાવ સમ્યગ્દ્રષ્ટિને જ થાય છે એટલે કે શુભભાવના સ્વામિત્વના નકારની ભૂમિકામાં જ તેવા ઉત્કૃષ્ટ શુભભાવ થાય છે, મિથ્યાદ્રષ્ટિને તેવા ઊંચા શુભભાવ થતા નથી. ।। ર૧।।
અર્થઃ– બે યુગલોમાં પીત; ત્રણ યુગલોમાં પદ્મ અને બાકીના સમસ્ત વિમાનોમાં શુક્લલેશ્યા હોય છે.
(૧) પહેલા અને બીજા સ્વર્ગમાં પીત્ત લેશ્યા, ત્રીજા અને ચોથામાં પીત તથા પદ્મલેશ્યા, પાંચમાથી આઠમા સુધીમાં પદ્મલેશ્યા, નવમાથી બારમા સુધીમાં પદ્મ અને શુક્લલેશ્યા અને બાકીના સમસ્ત વૈમાનિક દેવોને શુક્લલેશ્યા હોય છે, નવ અનુદિશ અને પાંચ અનુત્તર એ ચૌદ વિમાનોના દેવોને પરમશુક્લલેશ્યા હોય છે. ભવનત્રિક દેવોની લેશ્યાનું વર્ણન આ અધ્યાયના બીજા સૂત્રમાં આવી ગયું છે. અહીં ભાવલેશ્યા સમજવી.
પ્રશ્નઃ– સૂત્રમાં મિશ્રલેશ્યાનું વર્ણન કેમ નથી? ઉત્તરઃ– જે મુખ્ય લેશ્યા છે તે સૂત્રમાં જણાવી છે, જે ગૌણ લેશ્યા છે તે કહી નથી; ગૌણ લેશ્યાનું કથન તેમાં ગર્ભિત રાખ્યું છે, તેથી તેમાં અવિવક્ષિતપણે છે. આ શાસ્ત્રમાં ટુંકા સૂત્રોરૂપે મુખ્ય કથન કર્યું છે, બીજું તેમાં ગર્ભિત રાખ્યું છે; માટે એ ગર્ભિત કથન પરંપરા અનુસાર સમજી લેવું. [જુઓ અ. ૧ સૂ. ૧૧ ટીકા]. ।। ૨૨।।
અર્થઃ– ગ્રૈવેયકોની પહેલાનાં સોળ સ્વર્ગોને કલ્પ કહેવાય છે, તેની આગળનાં વિમાનો કલ્પાતીત છે.
સોળ સ્વર્ગ પછી નવ ગ્રૈવેયક વગેરેના દેવો એક સરખા વૈભવના ધારક હોય છે તેથી તેઓ અહમિન્દ્ર કહેવાય છે, ત્યાં ઇંદ્ર વગેરે ભેદ નથી, બધા સમાન છે. ।। ર૩।।