અ. ૪ સૂત્ર ૨૮-૨૯ ] [ ૨૯૧
અર્થઃ– ભવનવાસી દેવોમાં અસુરકુમાર, નાગકુમાર, સુપર્ણકુમાર, દ્વીપકુમાર અને બાકીના છ કુમારોનું આયુષ્ય ક્રમથી એક સાગર. ત્રણ પલ્ય, અઢી પલ્ય, અને દોઢ પલ્ય છે. ।। ર૮।।
અર્થઃ– સૌધર્મ અને ઐશાન સ્વર્ગના દેવોનું આયુષ્ય બે સાગરથી કંઇક અધિક છે.
(૧) ભવનવાસી દેવો પછી વ્યંતર અને જ્યોતિષી દેવોનું આયુષ્ય બતાવવાને બદલે વૈમાનિકનું આયુષ્ય બતાવવાનું કારણ એ છે કે તેમ કરવાથી પછીનાં સૂત્રોમાં લધુતા (-ટૂંકાપણું) આવી શકે છે.
(ર) ‘सागरोपमे’ આ શબ્દ દ્વિવચનરૂપ છે, તેનો અર્થ ‘બે સાગર’ થાય છે.
(૩) ‘अधिके’ આ શબ્દ ઘાતાયુષ્ક જીવોની અપેક્ષાએ છે; તેનો ખુલાસો એ છે કે-કોઈ સમ્યગ્દ્રષ્ટિ મનુષ્યે શુભ પરિણામથી દસ સાગર પ્રમાણ બ્રહ્મ-બ્રહ્મોતર સ્વર્ગનું આયુષ્ય બાંધ્યું, પછી તે જ મનુષ્યભવમાં સંકલેશ પરિણામ વડે તે આયુની સ્થિતિનો ઘાત કર્યો અને સૌધર્મ-ઐશાનમાં ઊપજ્યો, તે જીવ ઘાતાયુષ્ક કહેવાય છે; સૌધર્મ- ઐશાનના બીજા દેવો કરતાં તેને અર્ધાસાગરમાં એક અંતર્મૂહૂર્ત ન્યૂન એટલું આયુષ્ય વધારે હોય છે. આવું ઘાતાયુષ્કપણું પૂર્વના મનુષ્ય તથા તિર્યંચ ભવમાં થાય છે.
(૪) આયુષ્યનો ઘાત બે પ્રકારે છે-એક અપવર્તનઘાત અને બીજો કદલીઘાત. બધ્યમાન આયુષ્યનું ઘટવું તે અપવર્તનઘાત છે અને ભૂજ્યમાન [ભોગવવામાં આવતાં] આયુષ્યનું ઘટવું તે કદલીઘાત છે. દેવોમાં કદલીઘાત આયુષ્ય હોતું નથી.
(પ) ઘાતાયુષ્ક જીવનો ઉત્પાદ બારમા દેવલોક પર્યંત જ હોય છે. ।। ર૯।।