૨૯૨ ] [ મોક્ષશાસ્ત્ર
અર્થઃ– સાનત્કુમાર અને માહેન્દ્ર સ્વર્ગના દેવોનું આયુષ્ય સાત સાગરથી કંઈક અધિક છે.
નોંધઃ– આ સૂત્રમાં ‘અધિક’ શબ્દનું અવતરણ પૂર્વ સૂત્રથી થાય છે. ।। ૩૦।।
અર્થઃ– પૂર્વ સૂત્રમાં કહેલ યુગલોનાં આયુષ્ય (સાતસાગર) થી ક્રમપૂર્વક ત્રણ, સાત, નવ, અગિયાર, તેર અને પંદર સાગર અધિક આયુષ્ય (ત્યાર પછીનાં સ્વર્ગોમાં) છે.
(૧) બ્રહ્મ અને બ્રહ્મોત્તર સ્વર્ગમાં દસ સાગરથી કંઈક અધિક લાન્તવ અને કાપિષ્ટ સ્વર્ગમાં ચૌદ સાગરથી કંઈક અધિક, શુક્ર અને મહાશુક્ર સ્વર્ગમાં સોળ સાગરથી કંઇક અધિક, સતાર અને સહસ્ત્રાર સ્વર્ગમાં અઢાર સાગરથી કંઈક અધિક, આનત અને પ્રાણત સ્વર્ગમાં વીસ સાગર તથા આરણ અને અચ્યુત સ્વર્ગમાં બાવીસ સાગર ઉત્કૃષ્ટ આયુષ્ય છે.
(ર) ‘तु’ શબ્દ હોવાને કારણે ‘અધિક’ શબ્દનો સંબંધ બારમા સ્વર્ગ સુધી જ થાય છે કેમકે ઘાતાયુષ્ક જીવોની ઉત્પત્તિ ત્યાં સુધી જ હોય છે.।। ૩૧।।
કલ્પોપપન્ન દેવોનું આયુષ્ય કહેવાયું, હવે કલ્પાતીત દેવોનું આયુષ્ય કહે છે.
અર્થઃ– આરણ અને અચ્યુત સ્વર્ગથી ઉપર નવ ગ્રૈવેયકોમાં, નવ અનુદ્રિશમાં, વિજય વગેરે વિમાનોમાં અને સર્વાર્થસિદ્ધિ વિમાનમાં દેવોનું આયુષ્ય એકેક સાગર વધારે છે.
(૧) પહેલી ગ્રૈવેયકમાં ર૩, બીજીમાં ર૪, ત્રીજીમાં રપ, ચોથીમાં ર૬, પાંચમીમાં ર૭, છઠ્ઠીમાં ર૮, સાતમીમાં ર૯, આઠમીમાં ૩૦, નવમીમાં ૩૧, નવ અનુદિશમાં