Moksha Shastra (Gujarati). Sutra: 33-35 (Chapter 4).

< Previous Page   Next Page >


Page 294 of 655
PDF/HTML Page 349 of 710

 

અ. ૪ સૂત્ર ૩૩-૩૪-૩પ ] [ ૨૯૩ ૩ર, વિજય આદિમાં ૩૩ સાગરોપમનું ઉત્કૃષ્ટ આયુષ્ય છે. સર્વાર્થસિદ્ધિના બધા દેવોને ૩૩ સાગરની જ સ્થિતિ હોય છે, તેથી ઓછી કોઈને હોતી નથી.

(ર) મૂળ સૂત્રમાં ‘અનુદિશ’ શબ્દ નથી પણ ‘आदि’ શબ્દથી અનુદિશનું

પણ ગ્રહણ થાય છે. ।। ૩ર।।

સ્વર્ગોનું જઘન્ય આયુષ્ય
अपरा पल्योपमघिकम्।। ३३।।

અર્થઃ– સૌધર્મ અને ઐશાન સ્વર્ગમાં જઘન્ય આયુષ્ય એક પલ્યથી કંઈક અધિક છે.

ટીકા

સાગર અને પલ્યનું માપ ત્રીજા અધ્યાયના છઠ્ઠા સૂત્રની ટીકામાં આપ્યું છે, ત્યાં અદ્ધાપલ્ય લખ્યું છે તે જ પલ્ય સમજવું. ।। ૩૩।।

परतः परतः पूर्वा पूर्वाऽनंतरा।। ३४।।

અર્થઃ– જે પહેલાં પહેલાંના યુગલોનું ઉત્કૃષ્ટ આયુષ્ય છે તે પછી પછીનાં યુગલોનું જઘન્ય આયુષ્ય છે.

ટીકા

સૌધર્મ અને ઐશાન સ્વર્ગનું ઉત્કૃષ્ટ આયુષ્ય બે સાગરથી કંઈક અધિક છે; તેટલું જ સાનત્કુમાર અને માહેન્દ્રનું જઘન્ય આયુષ્ય છે. આ ક્રમ મુજબ આગળના દેવોનું જઘન્ય આયુષ્ય જાણી લેવું. સર્વાર્થસિદ્ધિમાં જઘન્ય આયુષ્ય હોતું નથી. ।। ૩૪।।

નારકીઓનું જઘન્ય આયુષ્ય
नारकाणां च द्वितियादिषु।। ३५।।

અર્થઃ– બીજી વગેરે નરકના નારકીઓનું જઘન્ય આયુષ્ય પણ દેવોના જઘન્ય આયુષ્યની જેમ છે-અર્થાત્ જે પહેલી નરકનું ઉત્કૃષ્ટ આયુષ્ય છે તે જ બીજી નરકનું જઘન્ય આયુષ્ય છે. આ પ્રમાણે આગળની નરકોમાં પણ જઘન્ય આયુષ્ય જાણી લેવું.।। ૩પ।।