૨૯૬ ] [ મોક્ષશાસ્ત્ર ‘સ્યાત અસ્તિ’ સ્વરૂપ પણ તે જીવ બરાબર સમજ્યો નથી અને તેથી બીજા છ ભંગ પણ તે સમજ્યો નથી; તેણે જીવનું સાચું સ્વરૂપ જાણ્યું નથી. એ ધ્યાન રાખવું કે દરેક વખતે બોલવામાં ‘સ્યાત્’ શબ્દ બોલવો જ જોઈએ’- એવી જરૂર નથી; પરંતુ ‘જીવ છે’ એમ બોલનારને ‘સ્યાત્’પદના ભાવનો યથાર્થ ખ્યાલ હોવો જોઈએ; જો તે ખ્યાલ ન હોય તો ‘જીવ છે’ એ પદનું યથાર્થ જ્ઞાન તે જીવને છે જ નહિ.
‘જીવનું હોવાપણું પર સ્વરૂપે નથી’એમ પહેલા સ્યાત્ અસ્તિ ભંગમાં ગર્ભિત હતું; તે બીજા ‘સ્યાત્ નાસ્તિ’ ભંગમાં પ્રગટપણે જણાવવામાં આવે છે. ‘સ્યાત્ નાસ્તિ’ નો અર્થ એવો થાય છે કે પરઅપેક્ષાએ જીવ નથી. ‘સ્યાત્’ એટલે કોઈ અપેક્ષાએ અને ‘નાસ્તિ’ એટલે ‘ન હોવું તે.’ જીવનું પરઅપેક્ષાએ નહિ હોવાપણું છે અર્થાત્ જીવ પરના સ્વરૂપે નથી તેથી પરઅપેક્ષાએ જીવનું નાસ્તિપણું છે એટલે કે જીવ અને પર એકબીજા પ્રત્યે અવસ્તુ છે-એમ‘સ્યાત્ નાસ્તિ’ પદનો અર્થ સમજવો.
આથી એમ સમજવું કે-જેમ ‘જીવ’ શબ્દ બોલતાં જીવનું જે અસ્તિપણું (જીવની સત્તા) ભાસે છે તે જીવનું સ્વરૂપ છે તેમ તે જ વખતે તે જીવ સિવાય બીજાનો નિષેધ ભાસે છે તે પણ જીવનું સ્વરૂપ છે. આ ઉપરથી સિદ્ધ થયું કે સ્વપણે જીવનું સ્વરૂપ છે અને પરપણે ન હોવું તે પણ જીવનું સ્વરૂપ છે. આ જીવમાં સ્યાત્ અસ્તિ તથા સ્યાત્ નાસ્તિનું સ્વરૂપ બતાવ્યું. તે પ્રમાણે પરવસ્તુઓનું સ્વરૂપ તે વસ્તુઓપણે છે અને પરવસ્તુઓનું સ્વરૂપ જીવપણે નથી-એમ બધી જ વસ્તુઓમાં અસ્તિ-નાસ્તિ સ્વરૂપ સમજવું.
આ રીતે સપ્તભંગીના પહેલા બે ભંગ-સ્યાત્ અસ્તિ તથા સ્યાત્ નાસ્તિનું સ્વરૂપ કહ્યું. બાકીના પાંચ ભંગો આ બન્ને ભંગોનો જ વિસ્તાર છે. તેનું સ્વરૂપ ર૯૭ મા પાને કહેવાશે.
“આપ્તમીમાંસાની ૧૧૧મી કારિકાના વ્યાખ્યાનમાં અકલંકદેવ કહે છે કે- વચનનો એવો સ્વભાવ છે કે સ્વવિષયનું અસ્તિત્વ દેખાડતાં તે તેનાથી ઈતરનું (પરવસ્તુનું) નિરાકરણ કરે છે; તેથી અસ્તિત્વ અને નાસ્તિત્વ એ બે મૂળ ધર્મોના આશ્રયથી સપ્તભંગીરૂપ સ્યાદ્વાદની સિદ્ધિ થાય છે.”[તત્ત્વાર્થસાર પા. ૧રપ ની ફુટનોટ]
જીવ અનાદિ અવિદ્યાના કારણે શરીરને પોતાનું માને છે અને તેથી શરીર ઊપજતાં પોતે ઊપજ્યો તથા શરીરનો નાશ થતાં પોતાનો નાશ થાય છે એમ માને છે; પહેલી