Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 298 of 655
PDF/HTML Page 353 of 710

 

અ. ૪ ઉપસંહાર ] [ ૨૯૭ ભૂલ તે ‘જીવતત્ત્વ’ ની વિપરીત શ્રદ્ધા છે અને બીજી ભૂલ તે ‘અજીવતત્ત્વ’ની વિપરીત શ્રદ્ધા છે. (જ્યાં એક તત્ત્વની ઊંધી શ્રદ્ધા હોય ત્યાં બીજાં તત્ત્વોની પણ ઊંધી શ્રદ્ધા હોય જ]

આ વિપરીત શ્રદ્ધાને કારણે જીવ શરીરનું કરી શકે-હલાવી-ચલાવી ઉઠાડી- બેસાડી-સુવડાવી શકે, શરીરની સંભાળ કરી શકે એમ માન્યા કરે છે; જીવતત્ત્વ સંબંધી આ ઊંધી શ્રદ્ધા અસ્તિ-નાસ્તિ ભંગના યથાર્થ જ્ઞાન વડે ટળે છે.

શરીર સારું હોય તો જીવને લાભ થાય, ખરાબ હોય તો નુકસાન થાય; શરીર સારું હોય તો જીવ ધર્મ કરી શકે, ખરાબ હોય તો ધર્મ ન કરી શકે એ વગેરે પ્રકારે અજીવતત્ત્વસંબંધી ઊંધી શ્રદ્ધા કર્યા કરે છે, તે ભૂલ પણ અસ્તિ-નાસ્તિ ભંગના યથાર્થ જ્ઞાન વડે ટળે છે.

જીવ જીવથી અસ્તિરૂપે અને પરથી અસ્તિરૂપે નથી-પણ નાસ્તિરૂપે છે એમ જ્યારે યથાર્થપણે જ્ઞાનમાં નક્કી કરે છે ત્યારે દરેક તત્ત્વ યથાર્થપણે ભાસે છે; તેમજ જીવ પરદ્રવ્યોને સંપૂર્ણપણે અકિંચિત્કર છે તથા પરદ્રવ્યો જીવને સંપૂર્ણપણે અકિંચિત્કર છે કેમ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપે નાસ્તિ છે, આમ ખાતરી થાય છે અને તેથી જીવ પરાશ્રયી- પરાવલંબીપણું મટાડી સ્વાશ્રયી-સ્વાવલંબી થાય છે, તે જ ધર્મની શરૂઆત છે.

જીવનો પર સાથે નિમિત્ત-નૈમિત્તિકસંબંધ કેવો છે તેનું જ્ઞાન આ બે ભંગો વડે કરી શકાય છે. નિમિત્ત પરદ્રવ્ય હોવાથી નૈમિત્તિક-જીવને તે કાંઈ કરી શકે નહિ, માત્ર આકાશપ્રદેશે એક ક્ષેત્રાવગાહરૂપે કે સંયોગ-અવસ્થારૂપે હાજર હોય; પણ નૈમિત્તિક તે નિમિત્તથી પર છે અને નિમિત્ત તે નૈમિત્તિકથી પર છે તેથી એકબીજાને કાંઈ કરી શકે નહિ. નૈમિત્તિકના જ્ઞાનમાં નિમિત્ત પરજ્ઞેયરૂપે જણાય છે.

બીજાથી ચોથા અધ્યાય સુધીમાં આ અસ્તિ–નાસ્તિ સ્વરૂપ
ક્યાં ક્યાં બતાવ્યું છે તેનું વર્ણન

અ. ર. સૂ. ૧ થી ૭. જીવના પાંચ ભાવો પોતાથી અસ્તિરૂપે છે અને પરથી નાસ્તિરૂપે છે એમ જણાવે છે.

અધ્યાય ર. સૂત્ર ૮–૯. જીવનું લક્ષણ અસ્તિરૂપે શું છે તે જણાવે છે; ઉપયોગ જીવનું લક્ષણ છે એમ કહેતાં બીજું કોઈ લક્ષણ જીવનું નથી એમ પ્રતિપાદન થયું. જીવ પોતાના લક્ષણથી અસ્તિરૂપે છે અને તેથી જ પરની તેમાં નાસ્તિ આવી -એમ જણાવે છે.

અ. ર. સૂત્ર. ૧૦. જીવના વિકારી તેમજ શુદ્ધ પર્યાય જીવથી અસ્તિરૂપે છે અને પરથી નાસ્તિરૂપે અર્થાત્ પરથી થતા નથી એમ જણાવે છે.