Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 299 of 655
PDF/HTML Page 354 of 710

 

૨૯૮ ] [ મોક્ષશાસ્ત્ર

અ. ર. સૂત્ર ૧૪ થી ૧૭. જીવના વિકારી ભાવોને પર સાથે-કર્મ, મન, શરીર, ઇંદ્રિયો, પરક્ષેત્ર વગેરે સાથે-કેવો નિમિત્ત-નૈમિત્તિકભાવ છે તે જણાવી એમ બતાવ્યું કે જીવના વિકારી ભાવ પરલક્ષે જીવ કરે છે પણ પરનિમિત્તથી વિકારીભાવ થતા નથી અર્થાત્ પરનિમિત્ત વિકારીભાવ કરાવતું નથી; એમ અસ્તિ -નાસ્તિપણું જણાવે છે.

અ. ર. સૂ. ૧૮. જીવનો ક્ષયોપશમરૂપ પર્યાય પોતાથી અસ્તિરૂપે છે, પરથી નથી (-નાસ્તિરૂપે છે) એટલે કે પરથી -કર્મથી જીવનો પર્યાય થતો નથી એમ બતાવે છે.

અ. ર. સૂ. ૨૭. જીવને સિદ્ધક્ષેત્ર સાથે કેવો નિમિત્ત-નૈમિત્તિકસંબંધ છે તે બતાવે છે.

અ. ર. સૂ. પ૦ થી પર. જીવનો વેદરૂપ (ભાવવેદરૂપ) વિકારી પર્યાય પોતાની લાયકાતથી અસ્તિરૂપે છે, પરથી નથી એમ બતાવે છે.

અ. ર. સૂ પ૩ જીવનો આયુષ્યકર્મ સાથેનો નિમિત્ત-નૈમિત્તિકભાવ બતાવ્યો; તેમાં જીવનો નૈમિત્તિકભાવ જીવની પોતાની લાયકાતથી છે અને આયુષ્યકર્મથી કે પરથી તે નથી એમ બતાવ્યું; તેમજ નિમિત્ત આયુષ્યકર્મનો સંબંધ જીવ કે બીજા કોઈ પર સાથે નથી એમ અસ્તિ-નાસ્તિ ભંગો બતાવે છે.

અ. ૩. સૂ. ૧ થી ૬. નારકીભાવને ભોગવવાલાયક થતા જીવને કેવા પ્રકારનાં ક્ષેત્રોનો સંબંધ નિમિત્તપણે હોય છે તથા ઉત્કૃષ્ટ આયુષ્યનું નિમિત્તપણું કેવા પ્રકારે હોય છે તે બતાવીને, નિમિત્તરૂપ ક્ષેત્ર કે આયુષ્ય તે જીવ નથી પણ જીવથી પર છે એમ બતાવે છે.

અ. ૩. સૂ. ૭ થી ૩૯. મનુષ્યભાવ કે તિર્યંચભાવ ભોગવવા લાયક થતા જીવને કેવા પ્રકારનાં ક્ષેત્રોનો તથા આયુષ્યનો સંબંધ નિમિત્તરૂપે હોય છે એ બતાવીને જીવ સ્વ છે અને નિમિત્ત પર છે એમ અસ્તિ-નાસ્તિ સ્વરૂપ બતાવે છે.

અધ્યાય ૪. સૂ. ૧ થી ૪ર. દેવભાવ અને તિર્યંચભાવ થતાં તેમ જ સમ્યગ્દ્રષ્ટિ અને મિથ્યાદ્રષ્ટિપણાની અવસ્થામાં જીવને કેવાં પરક્ષેત્રનો તથા આયુષ્યનો નિમિત્તનૈમિત્તિકસંબંધ હોય તે બતાવીને અસ્તિ-નાસ્તિ સ્વરૂપ બતાવે છે.

સપ્તભંગીના બાકીના પાંચ ભંગોની સમજણ

૧-ર. અસ્તિ અને નાસ્તિ એ બે, જીવના સ્વભાવ થઈ ગયા છે. ૩. જીવના અસ્તિ અને નાસ્તિ એ બન્ને સ્વભાવને ક્રમથી કહેવા હોય તો ‘જીવ અસ્તિ-નાસ્તિ બન્ને ધર્મમય છે’ એમ બોલાય છે તેથી જીવ ‘સ્યાત્ અસ્તિ- નાસ્તિ’ છે; એ ત્રીજો ભંગ થયો.