Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 306 of 655
PDF/HTML Page 361 of 710

 

અ. ૪ ઉપસંહાર ] [ ૩૦પ

૪. અનેકાન્ત વસ્તુને એક-અનેકસ્વરૂપ બતાવે છે. ‘એક’ કહેતાં જ‘અનેક’ની અપેક્ષા આવી જાય છે. તું તારામાં એક છો અને તારામાં જ અનેક છો. તારા ગુણ-પર્યાયથી અનેક છો, વસ્તુથી એક છો.

પ. અનેકાન્ત વસ્તુને નિત્ય-અનિત્યસ્વરૂપ બતાવે છે. પોતે નિત્ય છે અને પોતે જ પર્યાયે અનિત્ય છે; તેમાં જે તરફની રુચિ તે તરફનો પલટો (પરિણામ) થાય. નિત્યવસ્તુની રુચિ કરે તો નિત્ય ટકનારી એવી વીતરાગતા થાય અને અનિત્ય એવા પર્યાયની રુચિ થાય તો ક્ષણિક એવા રાગ-દ્વેષ થાય.

૬. અનેકાંત દરેક વસ્તુની સ્વતંત્રતા જાહેર કરે છે. વસ્તુ પરથી નથી અને સ્વથી છે એમ કહ્યું તેમાં ‘સ્વ અપેક્ષાએ દરેક વસ્તુ પરિપૂર્ણ જ છે’ એ આવી જાય છે. વસ્તુને પરની જરૂર નથી, પોતાથી જ પોતે સ્વાધીન-પરિપૂર્ણ છે.

૭. અનેકાન્ત એકેક વસ્તુમાં અસ્તિ-નાસ્તિ આદિ બે વિરુદ્ધ શક્તિઓ બતાવે છે. એક વસ્તુમાં વસ્તુપણાની નિપજાવનારી બે વિરુદ્ધ શક્તિઓ થઈને જ તત્ત્વની પૂર્ણતા છે, એવી બે વિરુદ્ધ શક્તિઓનું હોવું તે વસ્તુનો સ્વભાવ છે.

૮. શાસ્ત્રોના અર્થ કરવાની પદ્ધતિ

વ્યવહારનય સ્વદ્રવ્ય-પરદ્રવ્યને વા તેના ભાવોને વા કારણ-કાર્યાદિકને કોઈના કોઈમાં મેળવી નિરૂપણ કરે છે માટે એવા જ શ્રદ્ધાનથી મિથ્યાત્વ છે તેથી તેનો ત્યાગ કરવો. વળી નિશ્ચયનય તેને જ યથાવત્ નિરૂપણ કરે છે તથા કોઈને કોઈમાં મેળવતો નથી તેથી એવા જ શ્રદ્ધાનથી સમ્યક્ત્વ થાય છે માટે તેનું શ્રદ્ધાન કરવું.

પ્રશ્નઃ– જો એમ છે તો જિનમાર્ગ માં બન્ને નયોનું ગ્રહણ કરવું કહ્યું છે, તેનું શું કારણ?

ઉત્તરઃ– જિનમાર્ગમાં કોઈ ઠેકાણે તો નિશ્ચયનયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે તેને તો ‘સત્યાર્થ એમ જ છે’ એમ જાણવું, તથા કોઈ ઠેકાણે વ્યવહારનયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે તેને “ એમ નથી પણ નિમિત્તાદિની, અપેક્ષાએ આ ઉપચાર કર્યો છે” એમ જાણવું; અને એ પ્રમાણે જાણવાનું નામ જ બન્ને નયોનું ગ્રહણ છે. પણ બન્ને નયોના વ્યાખ્યાનને સમાન સત્યાર્થ જાણી “ આ પ્રમાણે પણ છે તથા આ પ્રમાણે પણ છે” એવા ભ્રમરૂપ પ્રવર્તવાથી તો બન્ને નયો ગ્રહણ કરવા કહ્યા નથી.

પ્રશ્નઃ– જો વ્યવહારનય અસત્યાર્થ છે તો જિનમાર્ગમાં તેનો ઉપદેશ શા માટે આપ્યો? એક નિશ્ચયનયનું જ નિરૂપણ કરવું હતું?