Moksha Shastra (Gujarati). Sutra: 6 (Chapter 5).

< Previous Page   Next Page >


Page 318 of 655
PDF/HTML Page 373 of 710

 

અ. પ સૂત્ર ૬-૭ ] [ ૩૧૭ તેથી નિમિત્ત-કે જે પર છે અને આત્મામાં નથી તે-આત્મામાં કાંઈ કરી શકે કે મદદ-સહાય કરી શકે એમ માનવું તે વિપરીતતા છે.

(પ) સૂત્રમાં “पुद्गलाः” એમ બહુવચન છે, તે એમ જણાવે છે કે પુદ્ગલોની

સંખ્યા ઘણી છે તથા પુદ્ગલના અણુ, સ્કંધાદિ ભેદના કારણે પ્રકારો ઘણા છે.

(૬) મન તથા સૂક્ષ્મ પુદ્ગલો તો ઇન્દ્રિયો દ્વારા જાણી શકાતાં નથી. પણ તે સૂક્ષ્મતા છોડીને જ્યારે સ્થૂળતા ધારણ કરે ત્યારે ઇંદ્રિયો દ્વારા જાણી શકાય છે, અને ત્યારે તેમાં સ્પર્શ, રસ, ગંધ અને વર્ણની અવસ્થા પ્રત્યક્ષ દેખાય છે; માટે સૂક્ષ્મ અવસ્થામાં પણ તે સ્પર્શ, રસ, ગંધ અને વર્ણવાળાં છે એમ નક્કી થાય છે.

(૭) પુદ્ગલ પરમાણુઓનું એક દશામાંથી બીજી દશામાં પલટવું થયા કરે છે. જેમ માટીના પરમાણુઓમાંથી જળ થાય છે, જળમાંથી પૃથ્વી થાય છે. પૃથ્વી- કાષ્ઠાદિથી અગ્નિ થાય છે, પાણીમાંથી વીજળી-અગ્નિ થાય છે, વાયુના સંમેલનથી જળ થાય છે. માટે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, મન વગેરેના પરમાણુઓ જુદી જુદી જાતના હોય છે એ માન્યતા યથાર્થ નથી, કેમ કે પૃથ્વી આદિ સમસ્ત પુદ્ગલના જ વિકાર છે. ।। ।।

ધર્માદિ દ્રવ્યોની સંખ્યા
आ आकाशादेकद्रव्याणि।। ६।।

અર્થઃ– [आ आकाशात्] આકાશપર્યંત [एक] એક એક [द्रव्याणि] દ્રવ્ય છે અર્થાત્ ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય અને આકાશદ્રવ્ય એક એક છે.

ટીકા

જીવદ્રવ્ય અનંત છે, પુદ્ગલદ્રવ્ય અનંતાનંત છે; અને કાલદ્રવ્ય અસંખ્યાત અણુરૂપ છે. પુદ્ગલદ્રવ્ય એક નથી એમ બતાવવા ‘’ શબ્દ આ સૂત્રમાં પહેલા સૂત્રની સંધિ કરીને વાપર્યો છે. ।। ।।

ગમનરહિતપણું
निष्क्रियाणि च।। ७।।

અર્થઃ– [च] વળી એ ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય અને આકાશદ્રવ્ય [निष्क्रियाणि] ક્રિયારહિત છે, અર્થાત્ તેઓ એક સ્થાનથી બીજા સ્થાનને પ્રાપ્ત થતાં નથી.

ટીકા

(૧) ક્રિયા શબ્દના ઘણા અર્થ થાય છે. જેમ કે-ગુણની પરિણતિ, પર્યાય, એક