૩૧૬ ] [ મોક્ષશાસ્ત્ર
(૧) ‘રૂપી’નો અર્થ સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ સહિત એમ થાય છે (જુઓ સૂત્ર ૨૩). પુદ્ + ગલ એ બે પદ વડે પુદ્ગલ શબ્દ બન્યો છે. પુદ્ એટલે ભેગું થવું-મળી જવું, અને ગલ એટલે છૂટા પડી જવું. સ્પર્શગુણના પર્યાયની વિચિત્રતાના કારણે મળી જવું અને છૂટા પડવું પુદ્ગલમાં જ બને છે. એ કારણે જ્યારે તેમાં સ્થૂળતા આવે છે ત્યારે પુદ્ગલદ્રવ્ય ઇન્દ્રિયોનો વિષય બને છે. રૂપ-રસ- ગંધ-સ્પર્શનું ગોળ, ત્રિકોણ, ચોરસ, લાંબો વગેરે આકારે પરિણમન તે મૂર્તિ છે.
(૨) પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને દ્રવ્યમન તે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળાં છે, તેથી તે પાંચેય પુદ્ગલદ્રવ્ય છે. દ્રવ્યમન સૂક્ષ્મ પુદ્ગલના પ્રચયરૂપ આઠ પાંખડીના ખીલેલા કમળના આકારે હૃદયસ્થાનમાં રહેલું છે. તે રૂપી એટલે કે સ્પર્શ, રસ, ગંધ અને વર્ણવાળું હોવાથી પુદ્ગલદ્રવ્ય છે. (જુઓ, આ અધ્યાયના સૂત્ર ૧૯ ની ટીકા)
(૩) નેત્રાદિ ઇન્દ્રિય સમાન મન સ્પર્શ, રસ, ગંધ અને વર્ણવાળું હોવાથી રૂપી છે, મૂર્તિક છે; જ્ઞાનોપયોગમાં તે નિમિત્ત છે.
શંકાઃ– શબ્દ મૂર્તિકશૂન્ય હોવા છતાં જ્ઞાનોપયોગ વખતે નિમિત્ત છે માટે જે જ્ઞાનોપયોગને નિમિત્ત હોય તે પુદ્ગલ હોય તેમ કહેવામાં વ્યભિચારી હેતુ આવે છે. (અર્થાત્ શબ્દ અમૂર્તિક હોવા છતાં જ્ઞાનોપયોગને નિમિત્ત જોવામાં આવે છે માટે તે હેતુ પક્ષ, સપક્ષ, અને વિપક્ષમાં રહેતો હોવાથી વ્યભિચારી થયો) તો મન મૂર્તિક છે એમ ક્યા કારણે માનવું?
સમાધાનઃ– શબ્દ અમૂર્તિક નથી. શબ્દ પુદ્ગલજન્ય હોવાથી તેમાં મૂર્તિકપણું છે, માટે ઉપર આપેલ હેતુ વ્યભિચારી નથી, પણ સપક્ષમાં જ રહેનારો છે તેથી દ્રવ્યમન પુદ્ગલ છે એમ સિદ્ધ થયું.
(૪) આ ઉપરથી એમ સમજવાનું નથી કે ઇન્દ્રિયોથી જ્ઞાન થાય છે. ઇન્દ્રિયો તો પુદ્ગલ છે તેથી જ્ઞાન રહિત છે; જો તેનાથી જ્ઞાન થાય તો જીવ ચેતન મટી જડ-પુદ્ગલ થઈ જાય; પણ તેમ બને નહિ. જીવના જ્ઞાનોપયોગની જે પ્રકારની લાયકાત હોય તે પ્રમાણે પુદ્ગલ-ઇન્દ્રિયોનો સંયોગ હોય, એવો તેમનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે; પણ