Moksha Shastra (Gujarati). Sutra: 9-10 (Chapter 5).

< Previous Page   Next Page >


Page 320 of 655
PDF/HTML Page 375 of 710

 

અ. પ સૂત્ર ૯-૧૦ ] [ ૩૧૯

(૩) આકાશ પણ દ્રવ્યઅપેક્ષાએ (દ્રવ્યાર્થિકનયે) અખંડ, નિરંશ, સર્વગત, એક અને ભિન્નતા રહિત છે. પર્યાયાર્થિકનયની અપેક્ષાએ પરમાણુ રોકે તેટલા વિભાગને પ્રદેશ કહે છે; આકાશમાં કાંઈ ટુકડા નથી કે તેના ખંડ થઈ જતા નથી. ટુકડા તો સંયોગી પદાર્થના થાય; પુદ્ગલનો સ્કંધ સંયોગી છે, તેથી ટુકડા લાયક થાય ત્યારે ટુકડારૂપે તે પરિણમે છે.

(૪) આકાશને આ સૂત્રમાં લીધું નથી કેમકે તેના પ્રદેશો અનંત છે તેથી તે નવમાં સૂત્રમાં કહેશે.

(પ) ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને જીવના પ્રદેશો અસંખ્યાત છે અને તે સંખ્યાએ લોકપ્રમાણ અસંખ્યાત છે, છતાં તે પ્રદેશોની વ્યાપક અવસ્થામાં ફેર છે. ધર્મ અને અધર્મ દ્રવ્યો આખા લોકમાં વ્યાપેલ છે (તે બારમા અને તેરમા સૂત્રમાં કહ્યું છે), અને જીવના પ્રદેશો તે તે વખતના જીવના શરીર પ્રમાણે પહોળા-ટૂંકા થાય છે (એ સોળમા સૂત્રમાં કહ્યું છે.) જીવ કેવળસમુદ્ઘાત અવસ્થા ધારણ કરે ત્યારે સંપૂર્ણ લોકાકાશમાં તેના પ્રદેશો વ્યાપ્ત થાય છે, તથા બીજા સમુદ્ઘાતો વખતે તે તે શરીરમાં પ્રદેશો રહી કેટલાક પ્રદેશો બહાર નીકળે છે.

(૬) સમુદ્ઘાતનું સ્વરૂપ પૂર્વે અ. ૧ સૂ. ૧૬ ની ટીકામાં કહેવાઈ ગયું છે. ।। ।।

આકાશના પ્રદેશો
आकाशस्यानन्ताः।। ९।।

અર્થઃ– [आकाशस्य] આકાશના [अनंताः] અનંત પ્રદેશો છે.

ટીકા

(૧) આકાશના બે વિભાગ છે-અલોકાકાશ અને લોકાકાશ. તેમાં લોકાકાશના પ્રદેશો અસંખ્યાત છે. જેટલા ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના પ્રદેશો છે તેટલા જ લોકાકાશના છે. વળી તેઓનો વિસ્તાર એક સરખો છે. લોકાકાશ છએ દ્રવ્યોનું સ્થાન છે. આ બાબત બારમા સૂત્રમાં કહી છે.

(૨) દિશા, ખૂણા, ઉપર, નીચે એ બધા આકાશના વિભાગ છે. ।। ।।

પુદ્ગલના પ્રદેશો
संख्येयाऽसंख्येयाश्च पुद्गलानाम्।। १०।।

અર્થઃ– [पुद्गलानाम्] પુદ્ગલોના [संख्येयाऽसंख्येयाः च] સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશ છે.