આ બંધપદ્ધતિનો રાગ પહેલાંની જેમ હે નર! તું શા માટે કરે છે?” જ્ઞાતા ક્ષણમાત્ર પણ બંધપદ્ધતિમાં મગ્ન થાય નહીં. તે પોતાનું સ્વરૂપ વિચારે, અનુભવે, ધ્યાવે, ગાવે, શ્રવણ કરે તથા નવધાભક્તિ, તપ, ક્રિયા વગેરે પોતાના શુદ્ધ સ્વરૂપસન્મુખ થઈને કરે એ જ્ઞાતાનો આચાર છે. એનું નામ મિશ્ર વ્યવહાર છે.
(૩) હવે, હેય જ્ઞેય ઉપાદેયરૂપ જ્ઞાતાની ચાલનો વિચાર-“હેય-ત્યાગવાયોગ્ય તો પોતાના દ્રવ્યની અશુદ્ધતા, જ્ઞેય વિચારરૂપ અન્ય છ દ્રવ્યનું સ્વરૂપ, અને ઉપાદેય આચરણરૂપ પોતાના દ્રવ્યની શુદ્ધતા. તેનું વિવેચન-ગુણસ્થાન પ્રમાણે હેય જ્ઞેય ઉપાદેયરૂપ શક્તિ જ્ઞાતાની હોય. જ્ઞાતાની હેય જ્ઞેય ઉપાદેયરૂપ શક્તિ જેમ જેમ વર્ધમાન થતી જાય તેમ તેમ ગુણસ્થાનની વૃદ્ધિ થાય એમ કહેલ છે. તેને ગુણસ્થાન પ્રમાણે જ્ઞાન અને ગુણસ્થાન અનુસાર ક્રિયા હોય છે. તેમાં પણ આટલી વિશેષતા છે કે એક ગુણસ્થાનવર્તી અનેક જીવો હોય તો તે દરેકનું જ્ઞાન અનેકરૂપે હોય છે તેમ જ ક્રિયા પણ અનેકરૂપ હોય છે. દરેકની ભિન્ન ભિન્ન સત્તા હોવાને લીધે એકતા-સમાનતા હોય નહીં. દરેક જીવદ્રવ્યના ઔદયિક ભાવ જુદા જુદા હોય છે, તે ઔદયિક ભાવ અનુસાર જ્ઞાનની પણ ભિન્નતા જાણવી. પરંતુ તેમાં વિશેષતા એ છે કે કોઈપણ જ્ઞાનીનું કોઈપણ જાતનું જ્ઞાન એવું ન હોય કે જ્ઞાન પરસત્તાવલંબનશીલ થઇને સાક્ષાત્ મોક્ષમાર્ગ થાય એમ કહે, કેમકે અવસ્થાના પ્રમાણમાં પરસત્તાવલંબન છે, પણ પરસત્તાવલંબી જ્ઞાનને પરમાર્થતા (મોક્ષમાર્ગ) કહેતો નથી. જે જ્ઞાન સ્વસત્તાવલંબનશીલ હોય તે જ ખરું જ્ઞાન છે. તે જ્ઞાનને સહકારભૂત-નિમિત્તરૂપ અનેક પ્રકારના ઔદયિક ભાવ હોય છે. તે ઔદયિક ભાવોને જ્ઞાની તમાશો જોનારની જેમ સાક્ષીપણે જાણે છે. પરંતુ તેનો કર્તા, ભોકતા કે અવલંબી નથી. માટે કોઈ એમ કહે કે “ આ પ્રકારના જ ઔદયિકભાવ હોય તો (તે જીવને) અમુક ગુણસ્થાન છે” તો તે વાત ખોટી છે. તેણે દ્રવ્યના સ્વરૂપને બિલકુલ જાણ્યું નથી, કેમકે અન્ય ગુણસ્થાનની તો વાત શું કરવી? કેવળી ભગવાનના ઔદયિક ભાવોની પણ ભિન્નતા (અનેકતા) છે.
કેવળીઓના પણ ઔદયિક ભાવ એકસરખા ન હોય. કોઈ કેવળીને દંડ-કબાટરૂપ ક્રિયાનો ઉદય હોય, તો કોઈ અન્ય કેવળીને તે ન પણ હોય. એ પ્રમાણે કેવળીઓના ઉદયભાવોની પણ જ્યારે ભિન્નતા છે તો પછી બીજા ગુણસ્થાનોની શું વાત કરીએ? માટે ઔદયિક* ભાવોના ભરોસે જ્ઞાન નથી. જ્ઞાન સ્વશક્તિપ્રમાણ છે. સ્વ-પરપ્રકાશક _________________________________________________________________ *અહીંયા સમ્યગ્દ્રષ્ટિના શુભોપયોગને ઔદયિક ભાવ કહેલ છે અને તે ઔદયિક ભાવથી સંવર નિર્જરા નથી પરંતુ બંધ થાય છે.