Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 37 of 710

 

[૩પ]

વસ્તુ કહે તો તે પ્રત્યક્ષપ્રમાણભ્રમિત અથવા અંધ છે. તેમ સમ્યગ્દ્રષ્ટિને સ્વ-પરના સ્વરૂપ વિષે ન તો સંશય છે, ન વિમોહ છે, ન તો વિભ્રમ છે, યથાર્થ દ્રષ્ટિ છે; માટે સમ્યગ્દ્રષ્ટિ જીવ અન્તદ્રષ્ટિ વડે મોક્ષપદ્ધતિ સાધી જાણે છે. તે બાહ્યભાવને બાહ્ય નિમિત્તરૂપ માનેઃ બાહ્ય નિમિત્ત તો અનેક છે, એક નથી, તેથી અંર્તદ્રષ્ટિના પ્રમાણમાં મોક્ષમાર્ગને સાધે છે. સમ્યગ્જ્ઞાન (સ્વસંવેદન) અને સ્વરૂપાચરણની કણિકા જાગ્યે મોક્ષમાર્ગ સાચો. મોક્ષમાર્ગ સાધવો તે વ્યવહાર અને શુદ્ધદ્રવ્ય અક્રિયારૂપ તે નિશ્ચય. એ પ્રમાણે નિશ્ચય–વ્યવહારનું સ્વરૂપ સમ્યગ્દ્રષ્ટિ જાણે છે, પણ મૂઢ જીવ જાણે નહીં અને માને પણ નહીં.

મૂઢ જીવ બંધપદ્ધતિને સાધતો થકો તેને મોક્ષમાર્ગ કહે છે પરંતુ તે વાત જ્ઞાતા માનતો નથી; કેમકે, બંધને સાધવાથી બંધ સધાય પણ મોક્ષ સધાય નહીં. જ્યારે જ્ઞાતા કદાચિત્ બંધપદ્ધતિનો વિચાર કરે ત્યારે તે એમ જાણે છે કે આ બંધપદ્ધતિથી મારું દ્રવ્યઅનાદિ કાળથી બંધરૂપ ચાલ્યું આવ્યું છે. હવે એ પદ્ધતિનો મોહ તોડી વર્તં! _________________________________________________________________

૧. વ્યવહારનય અશુદ્ધ દ્રવ્યને કહેવાવાળો હોવાથી જેટલા અલગ અલગ, એક એક ભાવસ્વરૂપ અનેક ભાવ બતાવવામાં આવ્યા છે તે બધા અનેક વિચિત્ર વર્ણમાળા સમાન હોવાથી, જાણવામાં આવતા હોવાથી તે કાળે પ્રયોજનવાન છે, પરંતુ ઉપાદેયરૂપથી પ્રયોજનવાન નથી એવા જ્ઞાન સહિત સમ્યગ્દ્રષ્ટિ જીવ પોતાની ચારિત્રગુણની પર્યાયમાં આંશિક શુદ્ધતાની સાથે જે શુભ અંશ છે તેને બાહ્ય ભાવ અને બાહ્ય નિમિત્તરૂપથી જાણે છે. શાસ્ત્રમાં કોઈ કોઈ ઠેકાણે તે શુભભાવને શુદ્ધપર્યાયનો વ્યવહારનયથી સાધક પણ કહેલ છે, તેનો અર્થ એ છે કે તે (શુભભાવ) બાહ્ય નિમિત્ત માત્ર છે-હેય છે. આશ્રય કરવા યોગ્ય અથવા હિતકર નથી પણ બાધક જ છે એમ જ્ઞાની માને છે.

ર. પાટની ગ્રંથમાળા દ્વારા પ્રકાશિત શ્રી પ્રવચનસાર ગાથા ૯૪માં “ અવિચલિત ચેતનામાત્ર આત્મવ્યવહાર છે” એમ ટીકામાં પાનાં ૧૧૧-૧રમાં કહ્યું છે, તેને અહીં મોક્ષમાર્ગને સાધવો તે વ્યવહાર એમ નિરૂપણ કર્યું છે.

૩. ત્રિકાળી એકરૂપ રહેવાવાળો આત્માનો જે ધ્રુવ જ્ઞાયકભાવ છે તે ભૂતાર્થ અને નિશ્ચયનયનો વિષય હોવાથી તેને ‘શુદ્ધદ્રવ્ય અક્રિયારૂપ’ કહ્યું છે, તેને પરમ પારિણામિકભાવ પણ કહેવામાં આવે છે અને તે નિત્ય સામાન્ય દ્રવ્યરૂપ હોવાથી નિષ્ક્રિય છે અને ક્રિયા છે તે પર્યાય છે તેથી તે વ્યવહારનયનો વિષય છે.

૪. અહીં સમ્યગ્દ્રષ્ટિ જીવને તેની ભૂમિકાનુસાર થવાવાળા શુભભાવને પણ બંધપદ્ધતિમાં ગણેલ છે. બંધમાર્ગ, બંધનનું કારણ, બંધનનો ઉપાય અને બંધપદ્ધતિ સમાન અર્થવાચક છે.

પ. સમકિતી જીવો શુભભાવને બંધપદ્ધતિમાં ગણે છે તેથી તેઓ તેનાથી લાભ અથવા કિંચિત્માત્ર પણ હિત માનતા નથી, અને તેનો અભાવ કરવાનો પુરુષાર્થ કરે છે માટે આ બંધ પદ્ધતિનો મોહ તોડીને સ્વસન્મુખ થવાનો ઉદ્યમ કરીને શુદ્ધતાની વૃદ્ધિ કરવાની ભલામણ કરી છે.