અ. પ સૂત્ર ૧૪-૧પ ] [ ૩૨પ સ્થૂળ સ્કંધમાં બીજા તેવા કોઈના પ્રદેશો રહેવામાં વિરોધ છે અને ધર્માદિક દ્રવ્યોને તો આદિમાન સંબંધ નથી, પણ પારિણામિક અનાદિ સંબંધ છે, તેથી પરસ્પર વિરોધ હોઈ શકે નહિ. જળ, ભસ્મ, ખાંડ વગેરે મૂર્તિક સંયોગી દ્રવ્યો પણ એક ક્ષેત્રમાં વિરોધ રહિત રહે છે તો પછી અમૂર્તિક એવા ધર્મ, અધર્મ અને આકાશને સાથે રહેવામાં વિરોધ ક્યાંથી હોય? ન જ હોય. ।। ૧૩।।
એક પ્રદેશથી લઈ સંખ્યાત અને અસંખ્યાત પ્રદેશો સુધી [भाज्यः] વિભાગ કરવા યોગ્ય છે-જાણવા યોગ્ય છે.
આખો લોક સર્વ તરફ સૂક્ષ્મ અને બાદર અનેક પ્રકારના અનંતાનંત પુદ્ગલોથી ગાઢોગાઢ, ઠસોઠસ અથવા ખીચોખીચ ભર્યો છે. એ રીતે સમગ્ર પુદ્ગલોનું અવગાહન આખા લોકમાં છે. અનંતાનંત પુદ્ગલો લોકાકાશમાં શી રીતે રહી શકે છે તેનો ખુલાસો આ અધ્યાયના ૧૦ મા સૂત્રની ટીકામાં આપ્યો છે, તે સમજવો. ।। ૧૪।।
અર્થઃ– [जीवानाम्] જીવોનો અવગાહ [असंख्येयभागादिषु] લોકાકાશના અસંખ્યાત ભાગથી લઈ સંપૂર્ણ લોકક્ષેત્રમાં છે.
જીવ તેની નાનામાં નાની અવસ્થામાં પણ અસંખ્યાત પ્રદેશો રોકે છે. જીવોને સૂક્ષ્મ અથવા બાદર શરીરો હોય છે. સૂક્ષ્મ શરીરો બાદર શરીરોમાંથી પસાર થઈ શકે છે. એક બાદરશરીરી જીવ જે સ્થાન રોકે તે અનંતાનંત સૂક્ષ્મશરીરી જીવોને જગ્યા આપી શકે છે. નાના (-સૂક્ષ્મ) જીવો તો સમસ્ત લોકમાં છે. લોકાકાશનો કોઈ પ્રદેશ જીવ વિના નથી. ।। ૧પ।।