૩૨૪ ] [ મોક્ષશાસ્ત્ર એવો પ્રશ્ન પૂછીએ કે તમે ક્યાં છો? તો તે કહે છે કે હું મારામાં છું. એ રીતે દરેક દ્રવ્યને નિશ્ચયનયે પોતપોતાનો આધાર છે. આકાશથી બીજું કોઈ દ્રવ્ય મોટું નથી. આકાશ બધી બાજુ અનંત છે તેથી તે ધર્માદિનો આધાર છે એમ વ્યવહારનયે કહી શકાય છે. ધર્માદિક લોકાકાશની બહાર નથી એટલું સિદ્ધ કરવા માટે આ આધાર- આધેયસંબંધ માનવામાં આવે છે.
(૭) ધર્માદિક દ્રવ્યો જ્યાં દેખાય તે આકાશનો ભાગ લોક છે અને જ્યાં ન દેખાય તે ભાગ અલોક છે. આ ભેદ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવ, પુદ્ગલ અને કાળના કારણે પડે છે, કેમ કે ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્ય આખા લોકાકાશવ્યાપી છે. આખા લોકાકાશમાં એવો એક પણ પ્રદેશ નથી કે જ્યાં જીવ ન હોય. વળી, જીવ જ્યારે કેવળસમુદ્ઘાત કરે છે ત્યારે આખા લોકાકાશમાં વ્યાપે છે. પુદ્ગલનો અનાદિઅનંત એક મહાસ્કંધ છે, જે લોકાકાશવ્યાપી છે અને આખો લોક જુદાં જુદાં પુદ્ગલોથી પણ વ્યાપેલ છે. વળી, કાલાણુ એક એક છૂટાં હીરાના ઢગલાની માફક આખા લોકાકાશમાં વ્યાપેલ છે. ।। ૧૨।।
અર્થઃ– [धर्माधर्मयाः] ધર્મ અને અધર્મદ્રવ્યનો અવગાહ [कृत्स्ने] તલમાં તેલની માફક સમસ્ત લોકાકાશમાં છે.
(૧) લોકાકાશમાં દ્રવ્યના અવગાહના પ્રકાર જુદાજુદા છે એમ આ સૂત્ર બતાવે છે. ધર્મ અને અધર્મના અવગાહનો પ્રકાર આ સૂત્રમાં જણાવ્યો છે. પુદ્ગલના અવગાહનો પ્રકાર ૧૪મા સૂત્રમાં અને જીવના અવગાહનો પ્રકાર ૧પ મા તથા ૧૬ મા સૂત્રમાં આપેલ છે. કાળદ્રવ્ય અસંખ્યાત છૂટાં છૂટાં છે તેથી તેનો પ્રકાર સ્પષ્ટ છે, એટલે કહેવામાં આવ્યો નથી, પણ આ સૂત્રો ઉપરથી તેનું ગર્ભિત કથન સમજી લેવું.
(ર) આ સૂત્ર એમ પણ સૂચવે છે કે ધર્મદ્રવ્યના એકેક પ્રદેશને અધર્મદ્રવ્યના એકેક પ્રદેશમાં વ્યાઘાત રહિત પ્રવેશ છે, અને અધર્મદ્રવ્યના એકેક પ્રદેશનો ધર્મદ્રવ્યના એકેક પ્રદેશમાં વ્યાઘાત રહિત પ્રવેશ છે. આ પરસ્પર પ્રવેશપણું ધર્મ-અધર્મની અવગાહનશક્તિના નિમિત્તે છે.
(૩) ભેદ-સંઘાતપૂર્વક આદિ (શરૂઆત) સહિત જેને સંબંધ હોય એવા અતિ