અ. પ સૂત્ર ૧૨ ] [ ૩૨૩
પ્રશ્નઃ– દ્રવ્યપરમાણુનો આ અર્થ અહીં કેમ લાગુ નથી? ઉત્તરઃ– આ સૂત્રમાં જે પરમાણુ લીધો છે તે પુદ્ગલપરમાણુ છે તેથી દ્રવ્યપરમાણુનો ઉપરનો અર્થ અહીં લાગુ પડતો નથી. ।। ૧૧।।
અર્થઃ– [अवगाहः] ઉપર કહેલાં સમસ્ત દ્રવ્યોનો અવગાહ (સ્થાન) [लोकाकाशे] લોકાકાશમાં છે.
(૧) આકાશના જેટલા ભાગમાં જીવ વગેરે છએ દ્રવ્યો છે તે ભાગને લોકાકાશ કહે છે. બાકીના આકાશને અલોકાકાશ કહે છે.
(ર) આકાશ એક અખંડ દ્રવ્ય છે. તેમાં કંઈ ભાગલા પડતા નથી, પણ પરદ્રવ્યના અવગાહની અપેક્ષાએ આ ભેદ પડે છે; એટલે કે નિશ્ચયે આકાશ એક અખંડ દ્રવ્ય છે, વ્યવહારે-પરદ્રવ્યના નિમિત્તની અપેક્ષાએ તેના બે ભાગ જ્ઞાનમાં પડે છે. (લોકાકાશ, અલોકાકાશ).
(૩) દરેક દ્રવ્ય ખરેખર પોતપોતાના ક્ષેત્રમાં રહે છે; લોકાકાશમાં રહે છે તે પરદ્રવ્યઅપેક્ષાએ નિમિત્તનું કથન છે; તેમાં પરક્ષેત્રની અપેક્ષા આવે છે તેથી તે વ્યવહાર છે. આકાશ પહેલું થયું, તથા બીજાં દ્રવ્યો તેમાં પછી ઉત્પન્ન થયાં એમ નથી, કેમ કે બધાં દ્રવ્યો અનાદિ-અનંત છે.
(૪) આકાશ પોતે પોતાને અવગાહે છે, તે પોતાને નિશ્ચયઅવગાહરૂપ છે. આકાશથી બીજું દ્રવ્ય મોટું છે નહિ અને હોઈ પણ ન શકે. તેથી તેમાં વ્યવહાર- અવગાહની કલ્પના આવી શકે નહિ.
(પ) બધાં દ્રવ્યોને અનાદિ પારિણામિક યુગપદતા છે, પહેલા-પછીનો ભેદ નથી. જેમ યુતસિદ્ધને વ્યવહારથી આધાર-આધેયપણું હોય છે તેમ અયુતસિદ્ધને પણ વ્યવહારથી આધાર-આધેયપણું હોય છે.
યુતસિદ્ધ=પાછળથી જોડાયેલાં; અયુતસિદ્ધ=મૂળથી ભેગાં. દ્રષ્ટાંત-૧. કુંડામાં બોર એ પાછળથી જોડાયેલાનું દ્રષ્ટાંત છે. ૨. થાંભલામાં સાર તે મૂળથી ભેગાનું દ્રષ્ટાંત છે.
(૬) એવંભૂતનયની અપેક્ષાએ અર્થાત્ જે સ્વરૂપે પદાર્થ છે તે સ્વરૂપ વડે નિશ્ચય કરનારા નયની અપેક્ષાએ બધાં દ્રવ્યને પોતપોતાનો આધાર છે. દ્રષ્ટાંતઃ- કોઈને