૩૨૮ ] [ મોક્ષશાસ્ત્ર દેખાય નહિ તેનો અભાવ કહેવો તે વ્યાજબી નથી. ઇન્દ્રિયના ગ્રહણમાં ન આવે તેનો અભાવ માનશો તો ઘણી વસ્તુઓનો અભાવ માનવો પડશે. જેમ કે અમુક પેઢીઓના વડીલો, દૂર આવેલા દેશો, ભૂતકાળમાં થયેલા પુરુષો, ભવિષ્યમાં થનારા પુરુષો એ કોઈ આંખથી દેખાતા નથી તેથી તેનો પણ અભાવ માનવો પડશે; માટે તે દલીલ બરાબર નથી. અમૂર્તિક પદાર્થોને છદ્મસ્થ અનુમાનપ્રમાણથી નક્કી કરી શકે છે. અને તેથી અહીં તેનું લક્ષણ કહ્યું છે. (આ અધિકારને છેડે છયે દ્રવ્યોની સાબિતી આપી છે તે વાંચો.)।। ૧૭।।
આકાશનો ઉપકાર છે.
(૧) જે બધાં દ્રવ્યોને રહેવાને સ્થાન આપે છે તેને આકાશ કહે છે. ‘ઉપકાર’ શબ્દનું અનુસંધાન આગળના સૂત્રથી આવે છે.
(ર) અવગાહગુણ સમસ્ત દ્રવ્યોમાં છે તોપણ આકાશમાં તે ગુણ સર્વથી મોટો છે, કેમ કે તે સર્વ પદાર્થને સાધારણ યુગપદ્ અવકાશ આપે છે. અલોકાકાશમાં અવગાહ હેતુ છે પણ ત્યાં અવગાહ લેનારાં કોઈ દ્રવ્ય નથી તો આકાશનો તેમાં શું દોષ? આકાશનો અવગાહ દેવાનો ગુણ તેથી બગડી જાય નહિ કેમ કે દ્રવ્ય પોતાના સ્વભાવને છોડે નહિ.
(૩) પ્રશ્નઃ– જીવ-પુદ્ગલ ક્રિયાવાળાં છે અને ક્રિયાપૂર્વક અવગાહને કરવાવાળાને અવકાશદાન દેવું એ તો ઠીક છે, પણ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને કાલાણુ તો ક્ષેત્રાંતરની ક્રિયારહિત છે અને આકાશની સાથે નિત્ય સંબંધરૂપ છે તેને આકાશ અવકાશદાન આપે છે, એમ કેમ કહો છો?
ઉત્તરઃ– ઉપચારથી અવકાશદાન આપે છે એમ કહેવાય છે. જેમ આકાશ ગતિરહિત છે તોપણ તેને સર્વગત કહેવામાં આવે છે, તેવી રીતે ઉપર જણાવેલાં દ્રવ્યો ગતિરહિત છે તોપણ લોકાકાશમાં તેની વ્યાપ્તિ છે તેથી ‘આકાશ તેને અવકાશ આપે છે’ એમ ઉપચાર કરવામાં આવે છે.
(૪) પ્રશ્નઃ– આકાશમાં અવગાહનહેતુપણું છે છતાં વજ્ર વગેરેથી ગોળા વગેરેનું તથા ભીંતથી ગાય વગેરેનું રોકાવું કેમ થાય છે?