Moksha Shastra (Gujarati). Sutra: 19-20 (Chapter 5).

< Previous Page   Next Page >


Page 330 of 655
PDF/HTML Page 385 of 710

 

અ. પ સૂત્ર ૧૯-૨૦ ] [ ૩૨૯

ઉત્તરઃ– સ્થૂળ પદાર્થોને અરસપરસ વ્યાઘાત થાય એવો નિમિત્ત-નૈમિત્તિકસંબંધ છે; તેથી આકાશના ગુણને કાંઈ દૂષણ આવતું નથી. ।। ૧૮।।

પુદ્ગલદ્રવ્યનો જીવ સાથે નિમિત્ત–નૈમિત્તિક સંબંધ

शरीरवाङ्मनःप्राणापानाः पुद्गलानाम्।। १९।।

અર્થઃ– [शरीर] ઔદારિક આદિ શરીર, [वाक्] વચન, [मनः] મન તથા

[प्राणापानाः] શ્વાસોચ્છ્વાસ એ પુદ્ગલદ્રવ્યનો ઉપકાર છે અર્થાત્ શરીરાદિની રચના પુદ્ગલથી જ થાય છે.

(૧) ઉપકાર શબ્દનો અર્થ ભલું કરવું એવો ન લેવો પણ કોઈ કાર્યમાં નિમિત્ત હોય એટલો લેવો. (જુઓ, સૂત્ર ૧૭ ની ટીકા)

(૨) શરીરમાં કાર્મણશરીરનો સમાસ થાય છે. વચન તથા મન પુદ્ગલો છે, એ પાંચમા સૂત્રની ટીકામાં બતાવવામાં આવ્યું છે. પ્રાણાપાન પુદ્ગલ છે.

(૩) આ સૂત્રમાં જણાવેલ શરીરાદિનું ઉપાદાનકારણ પુદ્ગલદ્રવ્ય છે અને નિમિત્તકારણ જીવ છે. હવેના સૂત્રમાં જીવ ઉપાદાનકારણ અને પુદ્ગલ નિમિત્તકારણ એ પ્રકાર લેવામાં આવશે.

(૪) ભાવમન લબ્ધિરૂપ તથા ઉપયોગરૂપ છે. તે અશુદ્ધદ્રવ્યાર્થિકનયે જીવની અવસ્થા છે. તે ભાવમન પૌદ્ગલિકમન તરફ જ્યારે વલણ કરે ત્યારે કાર્ય કરે છે તેથી નિશ્ચય (પરમાર્થ, શુદ્ધ) નયે તે જીવનું સ્વરૂપ નથી; નિશ્ચયનયે તે પૌદ્ગલિક છે.

(પ) ભાવવચન પણ જીવની અવસ્થા છે. તે અશુદ્ધદ્રવ્યાર્થિકનયે જીવની છે. તેના કાર્યમાં પુદ્ગલનું નિમિત્ત હોય છે તેથી નિશ્ચયનયે જીવની તે અવસ્થા નથી. તે નિશ્ચયનયે જીવનું સ્વરૂપ નથી તેથી પૌદ્ગલિક છે. જો તે જીવનો ત્રિકાળી સ્વભાવ હોય તો ટળે નહિ, પણ તે ભાવવચનરૂપ અવસ્થા જીવમાંથી ટળી શકે છે-એ અપેક્ષા લક્ષમાં રાખી તેને પૌદ્ગલિક ગણવામાં આવે છે.

(૬) ભાવમન સંબંધી અધ્યાય ૨, સૂત્ર ૧૧ ની ટીકા વાંચવી. ત્યાં જીવની વિશુદ્ધિને ભાવમન કહ્યું છે. તે અશુદ્ધદ્રવ્યાર્થિકનયે કહ્યું છે એમ સમજવું. ।। ૧૯।।

જીવનો પુદ્ગલ સાથેનો નિમિત્ત–નૈમિત્તિક સંબંધ
सुखदुःखजीवितमरणोपग्रहाश्च।। २०।।

અર્થઃ– [सुखःदुख] ઇન્દ્રિયજન્ય સુખ-દુઃખ, [जीवितमरण] જીવન, મરણ [उपग्रहाः च] એ પણ પુદ્ગલનો ઉપકાર છે.