૩૩૦ ] [ મોક્ષશાસ્ત્ર
પરસ્પર ઉપકાર કરે છે. જેમ કે રાખ કાંસાના વાસણને, પાણી લોખંડને, સાબુ કપડાંને.
(૨) ‘ઉપકાર’ શબ્દનો અર્થ નિમિત્તમાત્ર જ સમજવો જોઈએ, નહિ તો ‘દુઃખ, મરણાદિનો ઉપકાર’ એમ નહિ કહી શકાય.
(૩) સૂત્રમાં च શબ્દ વાપર્યો છે તે એમ સૂચવે છે કે શરીરાદિક જેમ નિમિત્ત છે તેમ પુદ્ગલકૃત ઇન્દ્રિયો પણ જીવને અન્ય ઉપકાર (નિમિત્ત) પણે છે.
(૪) સુખદુઃખનું સંવેદન જીવને છે, પુદ્ગલ અચેતન-જડ છે. તેને સુખ-દુઃખનું સંવેદન હોઈ શકે નહિ.
(પ) આ સૂત્રમાં જીવ ઉપાદાનકારણ છે અને પુદ્ગલ નિમિત્તકારણ છે, આગલા સૂત્રમાં શરીરાદિનું પુદ્ગલ ઉપાદાનકારણ અને જીવ નિમિત્તકારણ છે એમ બતાવવામાં આવ્યું હતું.
(૬) નિમિત્ત ઉપાદાનને કંઈ કરી શકતું નથી. નિમિત્ત પોતામાં પૂરેપૂરું કાર્ય કરે છે અને ઉપાદાન પોતામાં પૂરેપૂરું કાર્ય કરે છે. નિમિત્ત પરદ્રવ્યને ખરેખર કંઈ અસર કરે છે એમ માનવું તે બે દ્રવ્યોને એક માનવારૂપ ખોટો નિર્ણય છે. ।। ૨૦।।
અર્થઃ– [जीवानाम्] જીવોને [परस्पर उपग्रहो] અરસપરસ ઉપકાર છે.
(૧) એક જીવ બીજાને સુખનું નિમિત્ત, દુઃખનું નિમિત્ત, જીવનનું નિમિત્ત, મરણનું નિમિત્ત, સેવા, શુશ્રૂષા આદિનું નિમિત્ત હોય છે.
(૨) અહીં ‘उपग्रह’ શબ્દ છે, દુઃખ અને મરણ સાથે પણ તેનો સંબંધ છે તેથી ‘ભલું કરવું’ એવો તેનો અર્થ નથી થતો, પણ નિમિત્તમાત્ર છે એમ સમજવું.
(૩) ૨૦ માં સૂત્રમાં જણાવેલ સુખ, દુઃખ, જીવન, મરણ સાથેનો સંબંધ બતાવવા માટે ‘उपग्रह’ શબ્દ આ સૂત્રમાં વાપર્યો છે.
(૪) ‘સહાયક’ શબ્દ વાપર્યો હોય ત્યાં પણ નિમિત્તમાત્ર અર્થ કરવો. પ્રેરક કે અપ્રેરક ગમે તેવું નિમિત્ત હોય પણ તે પરમાં કંઈ કરતું નથી-એમ જ સમજવું;