Moksha Shastra (Gujarati). Sutra: 22 (Chapter 5).

< Previous Page   Next Page >


Page 332 of 655
PDF/HTML Page 387 of 710

 

અ. પ સૂત્ર ૨૨ ] [ ૩૩૧ તથા તે ભેદો નિમિત્તના પ્રકારો બતાવે છે. આ સૂત્રમાં એક જીવ બીજા જીવને પ્રેરકનિમિત્ત હોય છે એમ સૂચવે છે. સૂત્ર ૧૭-૧૮ માં અપ્રેરકનિમિત્ત કહ્યું છે. સૂત્ર ૧૯-૨૦ માં પુદ્ગલનાં નિમિત્તો જણાવ્યાં છે તે પણ અપ્રેરક છે. ।। ૨૧।।

કાળદ્રવ્યનો ઉપકાર
वर्तनापरिणामक्रियाःपरत्वापरत्वे च कालस्य।। २२।।
અર્થઃ– [वर्तना परिणाम क्रियाः परत्व अपरत्वे च] વર્તના, પરિણામ, ક્રિયા,

પરત્વ અને અપરત્વ [कालस्य] એ કાળદ્રવ્યનો ઉપકાર છે.

ટીકા

(૧) સત્ અવશ્ય ઉપકાર સહિત હોવા યોગ્ય છે, અને કાળ સત્તાસ્વરૂપ છે, માટે તેનો શું ઉપકાર (નિમિત્તપણું) છે તે આ સૂત્રમાં જણાવે છે. (અહીં પણ ઉપકારનો અર્થ નિમિત્તમાત્ર થાય છે.)

(૨) વર્તનાઃ- સર્વ દ્રવ્યો પોતે પોતાના ઉપાદાનકારણથી પોતાના પર્યાયના ઉત્પાદરૂપ વર્તે તેમાં બાહ્ય નિમિત્તકારણ કાળદ્રવ્ય છે તેથી વર્તના કાળનું લક્ષણ કે ઉપકાર કહેવાય છે.

પરિણામઃ- દ્રવ્ય પોતાના સ્વભાવને છોડયા વગર પર્યાયરૂપે પલટે (બદલે) તે પરિણામ છે. ધર્માદિ સર્વ દ્રવ્યોને અગુરુલઘુત્વગુણના અવિભાગપ્રતિચ્છેદરૂપ અનંત પરિણામ (ષટ્ગુણ હાનિવૃદ્ધિસહિત) છે; તે અતિ સૂક્ષ્મસ્વરૂપ છે. જીવને ઉપશમાદિ પાંચ ભાવરૂપ પરિણામ છે અને પુદ્ગલને વર્ણાદિક પરિણામ છે તથા ઘટાદિક અનેકરૂપ પરિણામ છે. દ્રવ્યના પર્યાય-પરિણતિને પરિણામ કહે છે.

ક્રિયાઃ- એક ક્ષેત્રથી અન્ય ક્ષેત્રે ગમન કરવું તે ક્રિયા છે. તે ક્રિયા જીવ તથા પુદ્ગલ બન્નેને હોય છે; બીજાં ચાર દ્રવ્યોને ક્રિયા હોતી નથી.

પરત્વઃ- જેને ઘણો કાળ લાગે તેને પરત્વ કહે છે. અપરત્વઃ- જેને અલ્પકાળ લાગે તેને અપરત્વ કહે છે. આ બધાં કાર્યોનું નિમિત્તકારણ કાળદ્રવ્ય છે. તે કાર્યો કાળને બતાવે છે માટે વર્તના-પરત્વાદિ કાળનાં લક્ષણ કહેવાય છે.

(૩) પ્રશ્નઃ– પરિણામ આદિ ચાર ભેદ વર્તનાના જ છે માટે એક ‘વર્તના’ કહેવું જોઈએ?