૩૩૨ ] [ મોક્ષશાસ્ત્ર
ઉત્તરઃ– કાળ બે પ્રકારના છેઃ નિશ્ચયકાળ અને વ્યવહારકાળ. તેમાં વર્તના તે નિશ્ચયકાળનું લક્ષણ છે અને પરિણામ આદિ ચાર ભેદ છે તે વ્યવહારકાળનાં લક્ષણો છે. એ બન્ને પ્રકારના કાળ આ સૂત્રમાં બતાવ્યા છે.
(૪) વ્યવહારકાળ જીવ-પુદ્ગલનાં પરિણામથી પ્રગટ થાય છે. તે વ્યવહારકાળના ત્રણ પ્રકાર છે-ભૂત, વર્તમાન અને ભવિષ્ય. લોકાકાશના એકેક પ્રદેશે એકેક ભિન્ન ભિન્ન અસંખ્યાત કાલાણુ દ્રવ્ય છે. તે પરમાર્થકાળ-નિશ્ચયકાળ છે. તે કાલાણુ પરિણતિરૂપ વર્તે છે.
પરદ્રવ્યની પરિણતિરૂપ કોઈ દ્રવ્ય વર્તતું નથી, પોતે પોતાની પરિણતિરૂપ જ દરેક દ્રવ્ય વર્તે છે. પરદ્રવ્ય તો બાહ્ય નિમિત્ત હોય છે; કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યના ક્ષેત્રમાં પ્રવેશતું નથી. (એટલે કે નિમિત્ત પરને કંઈ કરી શકતું નથી) આ સૂત્રો નિમિત્ત- નૈમિત્તિકસંબંધ બતાવે છે. ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ, જીવ અને કાળનાં પર સાથેનો નિમિત્તસંબંધ બતાવનારાં લક્ષણો તેમાં કહ્યાં છે.
(૬) પ્રશ્નઃ– “કાળ વર્તાવનારો છે,” એમ કહેતાં તેમાં ક્રિયાવાનપણું પ્રાપ્ત થાય છે? (અર્થાત્ કાળ પરદ્રવ્યને પરિણમાવે છે એમ તેનો અર્થ થઈ જાય છે?)
ઉત્તરઃ– તે દૂષણ આવતું નથી. નિમિત્તમાત્રમાં હેતુનું કથન (વ્યપદેશ) કરવામાં આવે છે, (ઉપાદાનકારણમાં નહિ). જેમ ‘શિયાળામાં અડાયાંની અગ્નિ શિષ્યને ભણાવે છે’-એમ કથન કરવામાં આવે છે; ત્યાં શિષ્ય પોતાથી ભણે છે, પણ અગ્નિ (તાપ) હાજર છે તેથી ‘તે ભણાવે છે’ એમ ઉપચારથી કથન કરવામાં આવે છે. આ પ્રમાણે પદાર્થોને વર્તાવવામાં કાળનું હેતુપણું છે; તે હાજર હોવાથી ઉપચારથી કહેવાય છે. બીજાં પાંચ દ્રવ્યો હાજર છે પણ તેમને વર્તનામાં નિમિત્ત પણ કહી શકાય નહિ કેમકે તેમાં તે પ્રકારનું હેતુપણું નથી. ।। ૨૨।।
અર્થઃ– [स्पर्श रस गन्ध वर्णवन्तः] સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ (રંગ) વાળાં [पुद्गलाः] પુદ્ગલદ્રવ્યો છે.
(૧) સૂત્રમાં ‘पुद्गलाः’ શબ્દ બહુવચનમાં છે તેથી પુદ્ગલો ઘણાં છે-એમ કહ્યું