અ. પ સૂત્ર ૨૩ ] [ ૩૩૩ અને તે દરેકમાં ચાર લક્ષણો છે; કોઈમાં પણ ચારથી ઓછાં નથી એમ સમજાવ્યું.
(ર) સૂત્ર ૧૯-૨૦ માં પુદ્ગલોનું જીવ સાથેનું નિમિત્તપણું બતાવ્યું હતું અને અહીં પુદ્ગલનું તદ્ભૂત (ઉપાદાન) લક્ષણ બતાવે છે. જીવનું તદ્ભૂતલક્ષણ ઉપયોગ અધ્યાય ૨ સૂત્ર ૮ માં બતાવવામાં આવ્યું હતું, અને અહીં પુદ્ગલનાં તદ્ભૂતલક્ષણો કહ્યાં છે.
(૩) એ ચાર ગુણોના પર્યાયના ભેદો નીચે પ્રમાણે છેઃ- સ્પર્શગુણના આઠ પર્યાયો– (૧) સ્નિગ્ધ, (૨) રુક્ષ, (૩) શીત, (૪) ઉષ્ણ, (પ) હળવો, (૬) ભારે, (૭) સુંવાળો અને (૮) કર્કશ.
રસગુણના પાંચ પર્યાયો– (૧) ખાટો, (૨) મીઠો, (૩) કડવો, (૪) કષાયેલો અને (પ) તીખો. એ પાંચમાંથી એક કાળમાં એક રસપર્યાય પરમાણુમાં પ્રગટ હોય છે.
ગંધગુણના બે પર્યાયો– (૧) સુગંધ અને (૨) દુર્ગંધ. એ બેમાંથી એક કાળમાં એક ગંધપર્યાય પ્રગટ હોય છે.
વર્ણગુણના પાંચ પર્યાયો– (૧) કાળો, (૨) લીલો, (૩) પીળો, (૪) લાલ અને (પ) સફેદ. એ પાંચમાંથી એક કાળમાં એક વર્ણપર્યાય પરમાણુને પ્રગટ હોય છે.
એ પ્રમાણે ચાર ગુણના કુલ વીશ પર્યાયો છે. દરેક પર્યાયના બે, ત્રણ, ચારથી માંડીને સંખ્યાત, અસંખ્યાત અને અનંત ભેદ પડે છે.
(૪) કોઈ કહે છે કે ‘પૃથ્વી, જળ, અગ્નિ તથા વાયુના પરમાણુઓમાં જાતિભેદ છે.’ પણ એ કથન યથાર્થ નથી. પુદ્ગલ બધાય એક જાતિના છે. ચારેય ગુણ દરેકમાં હોય છે અને પૃથ્વી આદિ અનેકરૂપે તેના પરિણામ છે. પાષાણ અને લાકડારૂપ જે પૃથ્વી છે તે અગ્નિરૂપે પરિણમે છે. અગ્નિ, કાજળ, રાખાદિ પૃથ્વીરૂપે પરિણમે છે. ચંદ્રકાંતમણિ પૃથ્વી છે તેને ચંદ્ર સામે રાખતાં તે પાણીરૂપે પરિણમે છે. સૂર્યકાંતમણિ પૃથ્વી છે તેને સૂર્ય સામે રાખતાં તે અગ્નિરૂપે પરિણમે છે. જળ, મોતી, નમક આદિ પૃથ્વીરૂપે ઊપજે છે. જવ નામનું અનાજ (કે જે પૃથ્વીની જાત છે) તેના ભક્ષણથી વાયુ ઊપજે છે, કેમકે પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ પુદ્ગલદ્રવ્યના જ વિકાર (-પર્યાય) છે.
(પ) પ્રશ્નઃ– આ અધ્યાયના પાંચમા સૂત્રમાં પુદ્ગલનું લક્ષણ રૂપીપણું કહ્યું છે છતાં આ સૂત્રમાં પુદ્ગલનાં લક્ષણો ફરીને શા માટે કહ્યાં?
ઉત્તરઃ– આ અધ્યાયના ચોથા સૂત્રમાં દ્રવ્યોની વિશેષતા બતાવવા નિત્ય, અવસ્થિત અને અરૂપી એમ કહ્યું હતું અને તેથી પુદ્ગલોને અમૂર્તિકપણું આવી પડે;