૩૩૪ ] [ મોક્ષશાસ્ત્ર તેના નિરાકરણ માટે પાંચમું સૂત્ર કહ્યું હતું અને આ સૂત્ર તો પુદ્ગલોનું સ્વરૂપ બતાવવા માટે કહ્યું છે.
(૬) આ અધ્યાયના પાંચમા સૂત્રની ટીકા અહીં વાંચવી. (૭) વિદારણાદિ કારણે જે તૂટે-ફૂટે છે તથા સંયોગના કારણે જે વધે છે- ઉપચિત થાય છે તેને પુદ્ગલના સ્વભાવના જ્ઞાતા જિનેન્દ્ર પુદ્ગલ કહે છે.
(૮) પ્રશ્નઃ– લીલો રંગ કેટલાક રંગોના મેળાપથી થાય છે માટે રંગના જે પાંચ ભેદ બતાવ્યા છે તે મૂળ ભેદ કેમ ઠરે?
ઉત્તરઃ– મૂળ સત્તાની અપેક્ષાએ આ ભેદો કહેવામાં આવ્યા નથી પણ પરસ્પર સ્થૂળ અંતરની અપેક્ષાએ કહ્યા છે. રસાદિ સંબંધમાં એમ જ સમજવું. રંગ વગેરેની નિયત સંખ્યા નથી. (તત્ત્વાર્થસાર પા. ૧પ૮.)।। ૨૩।।
शब्दबन्धसौक्ष्म्यस्थौल्यसंस्थानभेदतमश्छायातपाद्योतवन्तश्च।। २४।।
અર્થઃ– ઉક્ત લક્ષણવાળા પુદ્ગલ [शब्द] શબ્દ, [बन्ध] બંધ, [सौक्ष्म्य] સૂક્ષ્મતા, [स्थौल्य] સ્થૂળતા, [संस्थान] સંસ્થાન (આકાર), [भेद] ભેદ, [तमस्] અંધકાર, [छाया] છાયા, [आतप] આતપ અને [उद्योतवन्तः च] ઉદ્યોતાદિવાળાં પણ હોય છે અર્થાત્ તે પણ પુદ્ગલના પર્યાયો છે.
(૧) આ અવસ્થાઓમાંથી કેટલીક પરમાણુ અને સ્કંધ બન્નેમાં હોય છે, કેટલીક સ્કંધમાં હોય છે.
(૨) શબ્દ બે પ્રકારે છે-ભાષાત્મક અને અભાષાત્મક. તેમાંથી ભાષાત્મક બે પ્રકારે છે-અક્ષરરૂપ અને અનક્ષરરૂપ. તેમાં અક્ષરરૂપ ભાષા સંસ્કૃત અને દેશભાષારૂપ છે. તે બન્ને શાસ્ત્રને પ્રગટ કરનારી તથા મનુષ્યને વ્યવહારનું કારણ છે. અનક્ષરરૂપ ભાષા બે ઇન્દ્રિયથી ચાર ઇન્દ્રિયવાળા તથા કેટલાક પંચેન્દ્રિય જીવોને હોય છે તે અને અતિશયરૂપ જ્ઞાનને પ્રકાશવાનું કારણ કેવળી ભગવાનનો દિવ્યધ્વનિ-એ સમસ્ત અનક્ષરાત્મક ભાષા છે; પુરુષ નિમિત્ત છે તેથી તે પ્રાયોગિક છે.
અભાષાત્મક શબ્દ પણ બે પ્રકારે છે-એક પ્રાયોગિક, બીજો વૈસ્રસિક. જે શબ્દ ઊપજવામાં પુરુષ નિમિત્ત હોય તે પ્રાયોગિક છે; પુરુષની અપેક્ષા રહિત સ્વાભાવિકપણે