અ. પ સૂત્ર ૨૪ ] [ ૩૩પ ઊપજે તે વૈસ્રસિક છે; જેમકે મેઘગર્જનાદિ. પ્રાયોગિક ભાષા ચાર પ્રકારે છે-તત, વિતત, ઘન અને સુષિર. ચામડાના ઢોલ, નગારાદિકથી ઊપજે તે તત છે. તારવાળી વીણા, સિતાર, તંબુરાદિકથી ઊપજે તે વિતત છે. ઘંટ વગેરે વગાડવાથી ઊપજે તે ઘન છે. વાંસળી, શંખાદિથી ઊપજે તે સુષિર છે.
જે કાનથી સંભળાય તેને શબ્દ કહે છે. મુખથી ઉત્પન્ન થાય તે ભાષાત્મક શબ્દ છે. બે વસ્તુના આઘાતથી ઉત્પન્ન થાય તે અભાષાત્મક શબ્દ છે. અભાષાત્મક શબ્દ ઉત્પન્ન થવામાં પ્રાણી તથા જડપદાર્થ બન્ને નિમિત્ત છે. જે કેવળ જડપદાર્થોના આઘાતથી ઉત્પન્ન થાય તે વૈસ્રસિક છે. પ્રાણીઓનું જેને નિમિત્ત હોય છે તેને પ્રાયોગિક કહે છે.
મુખથી નીકળતા શબ્દ, અક્ષર, પદ, વાક્યરૂપ છે, તેને સાક્ષર ભાષાત્મક કહે છે-તેને વર્ણાત્મક પણ કહે છે.
ભગવાન તીર્થંકરને સર્વ પ્રદેશોથી જે નિરક્ષર ધ્વનિ નીકળે છે તેને અનક્ષર ભાષાત્મક કહેવાય છે; તેને ધ્વનિ-આત્મક પણ કહેવાય છે.
બંધઃ– બે પ્રકારે છે-વૈસ્રસિક અને પ્રાયોગિક. પુરુષના યત્નની અપેક્ષારહિત જે બંધ થાય તે વૈસ્રસિક છે. તે વૈસ્રસિક બે પ્રકારે છે-(૧) આદિમાન, (૨) અનાદિમાન. તેમાં સ્નિગ્ધ-રુક્ષાદિના કારણે વીજળી, ઉલ્કાપાત, વાદળાં, આગ, ઇંદ્રધનુષાદિ થાય તે આદિમાન વૈસ્રસિક બંધ છે. પુદ્ગલનો અનાદિમાન બંધ મહાસ્કંધ વગેરે છે. (અમૂર્તિક પદાર્થમાં પણ વૈસ્રસિક અનાદિમાન બંધ ઉપચારથી કહેવામાં આવે છે. તે ધર્મ, અધર્મ તથા આકાશનો છે અને અમૂર્તિક અને મૂર્તિક પદાર્થનો અનાદિમાન બંધ-ધર્મ, અધર્મ, આકાશ અને જગદ્વ્યાપી મહાસ્કંધનો છે.)
પુરુષની અપેક્ષાસહિત થાય તે પ્રાયોગિક બંધ છે. તેના બે પ્રકાર છે. -(૧) અજીવવિષય, (૨) જીવાજીવવિષય; લાખનો-લાકડાનો બંધ તે અજીવવિષય પ્રાયોગિક બંધ છે. જીવનો કર્મ અને નોકર્મ બંધ તે જીવાજીવવિષય પ્રાયોગિક છે.
સૂક્ષ્મ–બે પ્રકારે છેઃ- (૧) અંત્ય, (૨) આપેક્ષિક. પરમાણુ અંત્ય સૂક્ષ્મ છે. આમળાથી બોર સૂક્ષ્મ, તે આપેક્ષિક સૂક્ષ્મ છે.
સ્થૂળ–બે પ્રકારે છેઃ- (૧) અંત્ય (૨) આપેક્ષિક. જગદ્વ્યાપી મહાસ્કંધ તે અંત્ય સ્થૂળ છે; તેનાથી બીજો કોઈ સ્કંધ મોટો નથી. બોર, આમળું વગેરે આપેક્ષિક છે.
સંસ્થાનઃ– આકૃતિને સંસ્થાન કહે છે. તેના બે પ્રકાર છેઃ- (૧) ઇત્થંલક્ષણ સંસ્થાન, (૨) અનિત્થંલક્ષણ સંસ્થાન. તેમાં ગોળ, ત્રિકોણ, ચોરસ, લાંબું, પહોળું,