અ. પ સૂત્ર ૨૯ ] [ ૩૪૧ વડે દ્રવ્યનું હોવાપણું નક્કી થાય છે. જો દ્રવ્ય હોય તો જ બીજા ગુણો હોઈ શકે, માટે ‘सत्’ ને અહીં દ્રવ્યનું લક્ષણ કહ્યું છે.
(૧૩) દરેક દ્રવ્યનાં વિશેષ લક્ષણો પૂર્વે કહેવામાં આવ્યા છે. તે નીચે મુજબ છે-(૧) જીવ-અધ્યાય ૨, સૂ. ૧ તથા ૮. (૨) અજીવના પાંચ પ્રકારમાંથી પુદ્ગલ- અધ્યાય પ, સૂત્ર ૨૩. ધર્મ અને અધર્મ-અધ્યાય પ, સૂત્ર ૧૭. આકાશ-અધ્યાય પ, સૂત્ર ૧૮. અને કાળ-અધ્યાય પ, સૂત્ર ૨૨.
જીવ તથા પુદ્ગલની વિકારી અવસ્થાનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ આ અધ્યાયના સૂત્ર ૧૯-૨૦-૨૧-૨૪-૨પ-ર૬-૨૭-૨૮-૩૩-૩પ-૩૬-૩૭-૩૮ માં આપ્યો છે; તેમાં જીવનો એકબીજા વચ્ચેનો સંબંધ ગાથા ૨૦ માં બતાવ્યો. જીવનો પુદ્ગલ સાથેનો સંબંધ સૂત્ર ૧૯-૨૦ માં બતાવ્યો. પુદ્ગલનો પરસ્પર સંબંધ બાકીનાં સૂત્રોમાં જણાવ્યો.
(૧૪) ‘દ્રવ્ય સત્ છે’ માટે પોતાથી છે, એમ ‘सत्’ લક્ષણ કહેવાથી સિદ્ધ થયું; તેનો અર્થ એ થયો કે તે સ્વપણે છે અને પરપણે નથી. ‘અસ્તિ’ પણું પ્રગટપણે અને ‘નાસ્તિ’ પણું ગર્ભિતપણે આ સૂત્રમાં કહી એમ જણાવ્યું કે દ્રવ્ય પોતે પોતાથી અને પર પરપણે હોવાથી એક દ્રવ્ય પોતે પોતાનું બધું કરી શકે પણ બીજા દ્રવ્યનું કદી કાંઈ કરી શકે નહિ. આ સિદ્ધાંતનું નામ ‘અનેકાંત’ છે અને તે આ અધ્યાયના સૂત્ર ૩૨ માં જણાવ્યો છે.
(૧પ) દરેક દ્રવ્ય ‘सत्’ લક્ષણવાળું છે એટલે કે સ્વતઃસિદ્ધ તથા કોઈની અપેક્ષા નહિ રાખતું હોવાથી તે સ્વતંત્ર છે. ।। ૨૯।।
અર્થઃ– [उत्पादव्ययध्रौव्ययुक्तं] જે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસહિત હોય [सत्] તે સત્ છે.
(૧) ‘सत्’ સંબંધે જગતમાં ઘણી ખોટી માન્યતા ચાલે છે. કેટલાક ‘સત્’ ને સર્વથા કૂટસ્થ-કદી ન બદલે તેવું માને છે; કેટલાક ‘સત્’ ને જ્ઞાનગોચર નથી એમ કહે છે; તેથી ‘સત્’ નું ખરું ત્રિકાળી અબાધિત સ્વરૂપ આ સૂત્રમાં કહ્યું છે.
(૨) દરેક વસ્તુનું સ્વરૂપ ‘ટકીને બદલવું’ એવું છે, તેને ઈંગ્લિશમાં Permanancy With a Change (બદલવા સાથે કાયમપણું) કહે છે. તેને બીજી રીતે એમ પણ કહે છે કે No substance is destroyed, every substance changes its form