૩૪૨ ] [ મોક્ષશાસ્ત્ર (કોઈ વસ્તુ નાશ પામતી નથી, દરેક વસ્તુ પોતાની અવસ્થા બદલે છે.)
(૩) ઉત્પાદ-ચેતન અથવા અચેતન દ્રવ્યમાં કોઈ અવસ્થાનું પ્રગટ થવું તે ઉત્પાદ છે. પ્રત્યેક ઉત્પાદ થતાં પૂર્વ કાળથી ચાલ્યો આવતો જે સ્વભાવ કે સ્વજાતિ છે તે કદી છૂટી શકતા નથી.
વ્યય-સ્વજાતિ યાને મૂળ સ્વભાવ તે નષ્ટ થયા વગર જે ચેતન તથા અચેતન દ્રવ્યમાં પૂર્વ અવસ્થાનો વિનાશ (ઉત્પાદના સમયે જ) થવો તે વ્યય છે.
ધ્રૌવ્ય-અનાદિ-અનંતકાળ કાયમ ટકી રહેવાનો મૂળ સ્વભાવ કે જેનો વ્યય કે ઉત્પાદ થતો નથી તેને ધ્રૌવ્ય કહે છે. (જુઓ, તત્ત્વાર્થસાર-અધ્યાય ૩ ગાથા ૬ થી ૮.)
(૪) ધ્રૌવ્યની વ્યાખ્યા સર્વાર્થસિદ્ધિમાં આ સૂત્રની ટીકામાં પા. ૧૦પ માં સંસ્કૃતમાં નીચે આપી છેઃ-
“अनादिपारिणामिकस्वभावेन व्ययोदयाभावात् ध्रुवति–स्थिरीभवतीति ध्रुवः”।।
અર્થઃ– અનાદિ પારિણામિકસ્વભાવ વડે વ્યય તથા ઉત્પાદના અભાવથી ધ્રુવ રહે છે-સ્થિર રહે છે તે ધ્રુવ છે.
(પ) આ સૂત્રમાં સત્નું અનેકાંતપણું બતાવ્યું છે. જોકે ત્રિકાળ અપેક્ષાએ સત્ ‘ધ્રુવ’ છે તોપણ સમયે સમયે નવો પર્યાય ઉત્પન્ન થાય છે અને જૂનો પર્યાય વ્યય પામે છે એટલે કે દ્રવ્યમાં સમાઈ જાય છે, વર્તમાન કાળની અપેક્ષાએ અભાવરૂપ થાય છે-આ રીતે કથંચિત્ નિત્યપણું અને કથંચિત્ અનિત્યપણું તે દ્રવ્યનું અનેકાંતપણું છે.
(૬) આ સૂત્રમાં પર્યાયનું પણ અનેકાંતપણું બતાવ્યું છે. ઉત્પાદ તે અસ્તિરૂપ પર્યાય છે અને વ્યય તે નાસ્તિરૂપ પર્યાય છે. પોતાનો પર્યાય પોતાથી થાય અને પરથી થાય નહિ એમ ‘ઉત્પાદ’ થી બતાવ્યું. પોતાના પર્યાયની નાસ્તિ-અભાવ પણ પોતાથી જ થાય છે, પરથી થાય નહિ. “દરેક દ્રવ્યનો ઉત્પાદ અને વ્યય સ્વતંત્ર તે તે દ્રવ્યથી છે” એમ જણાવી દ્રવ્ય, ગુણ તથા પર્યાયની સ્વતંત્રતા જાહેર કરી-પરનું અસહાયકપણું જણાવ્યું.
(૭) ધર્મ (-શુદ્ધતા) આત્મામાં દ્રવ્યરૂપે ત્રિકાળ ભરપૂર છે, અનાદિથી જીવને પર્યાયરૂપે ધર્મ પ્રગટ થયો નથી, પણ જીવ જ્યારે પર્યાયમાં ધર્મ વ્યક્ત કરે ત્યારે તે વ્યક્ત થાય છે એમ ‘ઉત્પાદ’ શબ્દ વાપરી બતાવ્યું અને તે જ વખતે વિકારનો વ્યય થાય છે, એમ ‘વ્યય’ શબ્દ વાપરી બતાવ્યું. તે અવિકારી ભાવ પ્રગટ થવાનો અને