અ. પ સૂત્ર ૩૦ ] [ ૩૪૩ વિકારી ભાવ જવાનો લાભ ત્રિકાળ ટકનાર એવા ધ્રુવ દ્રવ્યને પ્રાપ્ત થાય છે એમ ‘ધ્રૌવ્ય’ શબ્દ છેલ્લો મૂકી બતાવ્યું.
જેમ કે દંડયુક્ત દંડી. આમ હોવાથી ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય દ્રવ્યથી ભિન્ન હોવાનું સમજાય છે, એટલે કે દ્રવ્યનાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યનો દ્રવ્યમાં અભાવ આવે છે તેનો શું ખુલાસો છે?
સારયુક્ત સ્તંભ. અહીં ‘युक्तं’ શબ્દ અભેદનયથી કહ્યો છે. ‘युक्तं’ શબ્દ અહીં એકમેકતારૂપ અર્થમાં એમ સમજવું.
(૯) સત્ સ્વતંત્ર અને સ્વસહાયક હોવાથી ઉત્પાદ અને વ્યય પણ દરેક દ્રવ્યમાં સ્વતંત્રપણે થાય છે.
પ્રશ્નઃ– જીવમાં થતો વિકારી પર્યાય પરાધીન કહેવામાં આવે છે તેનું શું કારણ?
ઉત્તરઃ– વિકારી પર્યાય જીવ પોતે સ્વતંત્રપણે પોતાના પુરુષાર્થ વડે કરે ત્યારે થાય છે. જો તેમ માનવામાં ન આવે તો દ્રવ્યનું લક્ષણ ‘સત્’ સાબિત થાય નહિ અને તેથી દ્રવ્યનો નાશ થાય. જીવ પોતે સ્વતંત્રપણે પોતાના ભાવમાં પરને આધીન થાય છે, તેથી વિકારી પર્યાયને પરાધીન કહેવામાં આવે છે. ‘પરદ્રવ્ય જીવને આધીન કરે છે તેથી વિકારી પર્યાય થાય છે’ એમ માનવું તે ન્યાયસર નથી.
પ્રશ્નઃ– “પરતું દ્રવ્યકર્મનું જોર હોય ત્યારે તો કર્મો જીવને આધીન કરી લે છે કેમ કે કર્મમાં મહાન શક્તિ છે.” શું તે માન્યતા સાચી છે?
ઉત્તરઃ– ના, તેમ નથી. દરેક દ્રવ્યનું જોર અને શક્તિ તેના સ્વક્ષેત્રમાં રહે છે. કર્મની શક્તિ જીવમાં જઈ શકે નહિ તેથી કર્મો જીવને કદી પણ આધીન કરી શકે નહિ. આ નિયમ શ્રી સમયસારનાટકમાં આપવામાં આવ્યો છે. તે ઉપયોગી હોઈ અહીં આપવામાં આવે છે-