૩૪૪ ] [ મોક્ષશાસ્ત્ર
અર્થઃ– કોઈ કોઈ મૂર્ખ એમ કહે છે કે આત્મામાં રાગ-દ્વેષ ભાવ પુદ્ગલની જબરજસ્તીથી થાય છે. ૬૨. વળી તે કહે છે કે પુદ્ગલકર્મરૂપ પરિણમનના ઉદયમાં જેટલું જેટલું જોર કરે છે તેટલી તેટલી બાહુલ્યતાથી રાગ-દ્વેષપરિણામ થાય છે. ૬૩.
અર્થઃ– ઉપર જે રીત કહી તે તો વિપરીત (ઊંધો) પક્ષ છે. જે કોઈ તેને ગ્રહે કે શ્રદ્ધે તે જીવને રાગ, દ્વેષ અને મોહ કદી ભિન્ન થાય જ નહિ. શ્રીગુરુ કહે છે કે જીવને પુદ્ગલનો સંગ સદા (અનાદિનો) રહે, તો પછી સહજ શુદ્ધ પરિણમનનો અવસર જ કદી જીવને મળે જ નહિ. માટે ચૈતન્યના ભાવ કરવામાં ચેતન રાજા જ સમર્થ છે; તે પોતાથી મિથ્યાત્વદશામાં રાગ-દ્વેષરૂપ થાય છે અને સમ્યક્ત્વદશામાં શિવભાવ એટલે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ થાય છે.
૨. કર્મનો ઉદય જીવને કાંઈ અસર કરી શકતો નથી એટલે કે નિમિત્ત ઉપાદાનને કાંઈ કરી શક્તું નથી. ઇન્દ્રિયોના ભોગો, લક્ષ્મી, સગા-સંબંધી કે મકાનાદિ સંબંધે પણ તે જ નિયમ છે. આ નિયમ શ્રી સમયસાર-નાટકના સર્વવિશુદ્ધદ્વારમાં નીચે પ્રમાણે આપ્યો છે-
તાકૌ મૂલ પ્રેરક કહહું તુમ કૌન હૈ।
કિધૌં ધન કિધૌં પરિજન કિધૌં ભૌન હૈ।।
સબનિકૌ સદા અસહાઈ પરિનૌન હૈ।