અ. પ સૂત્ર ૩૧ ] [ ૩૪પ
રાગદોષ મોહ મૃષા મદિરા અચૌન હૈ।। ૬૧।।
અર્થઃ– શિષ્ય કહે છેઃ- સ્વામી! રાગદ્વેષપરિણામનું મૂળ પ્રેરક કોણ છે તે તમે કહો. પુદ્ગલકર્મ કે ઇન્દ્રિયોનો ભોગ કે ધન કે ઘરના માણસો કે મકાન?
શ્રીગુરુ સમાધાન કરે છે કે છએ દ્રવ્યો પોતપોતાના સ્વરૂપમાં સદા અસહાય પરિણમે છે. કોઈ દ્રવ્યનું કોઈ દ્રવ્ય કદી પણ પ્રેરક નથી. રાગ-દ્વેષનું કારણ મિથ્યાત્વરૂપી મદિરાનું પાન છે. ।। ૩૦।।(સમયસાર નાટક. પા. ૩પ૧)
અર્થઃ– [तद् भाव अव्ययं] તત્ ભાવથી જે અવ્યય છે તે [नित्यम्] નિત્ય છે.
(૧) જે પહેલાં સમયે હોય તે જ બીજા સમયે હોય તેને તદ્ભાવ કહે છે; તે નિત્ય હોય છે. અવ્યય = અવિનાશી.
(૨) દ્રવ્યનું સ્વરૂપ ‘નિત્ય’ છે એમ આ અધ્યાયના ચોથા સૂત્રમાં કહ્યું છે. તેની વ્યાખ્યા આ સૂત્રમાં આપી છે.
(૩) પ્રત્યભિજ્ઞાનના હેતુને તદ્ભાવ કહે છે. જેમ કે દ્રવ્યને પહેલા સમયમાં દેખ્યા પછી બીજા આદિ સમયોમાં દેખવાથી “આ તે જ છે કે જેને પહેલાં દીઠું હતું” એવું જોડરૂપ જ્ઞાન છે તે દ્રવ્યનું નિત્યપણું જણાવે છે; પરંતુ આ નિત્યતા કથંચિત્ છે, કેમ કે તે સામાન્યસ્વરૂપની અપેક્ષાએ હોય છે. પર્યાયની અપેક્ષાએ દ્રવ્ય અનિત્ય છે. એ રીતે આ જગતમાં બધાં દ્રવ્યો નિત્યાનિત્યરૂપ છે. એ પ્રમાણદ્રષ્ટિ છે.
(૪) આત્મામાં સર્વથા નિત્યતા માનવાથી મનુષ્ય, નરકાદિરૂપ સંસાર તથા સંસારથી અત્યંત છૂટવારૂપ મોક્ષ બની શકશે નહિ. સર્વથા નિત્યતા માનવાથી સંસારસ્વરૂપનું વર્ણન અને મોક્ષ ઉપાયનું કથન કરવામાં વિરોધતા આવે છે; માટે સર્વથા નિત્ય માનવું ન્યાયસર નથી. ।। ૩૧।।
અર્થઃ– [अर्पित] પ્રધાનતા અને [अनर्पित] ગૌણતાથી [सिद्धेः] પદાર્થોની સિદ્ધિ થાય છે.