Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 347 of 655
PDF/HTML Page 402 of 710

 

૩૪૬ ] [ મોક્ષશાસ્ત્ર

ટીકા

(૧) દરેક વસ્તુ અનેકાંતસ્વરૂપ છે, એ સિદ્ધાંત આ સૂત્રમાં સ્યાદ્વાદ દ્વારા કહ્યો છે. નિત્યતા અને અનિત્યતા પરસ્પર વિરુદ્ધ ધર્મો હોવા છતાં તેઓ વસ્તુને નિપજાવનારા છે; તેથી તે દરેક દ્રવ્યમાં હોય જ. તેનું કથન મુખ્ય-ગૌણપણે થાય છે, કેમ કે બધા ધર્મો એકી સાથે કહી શકાતા નથી. જે વખતે જે ધર્મ સિદ્ધ કરવો હોય તે વખતે તેની મુખ્યતા લેવાય છે. તે મુખ્યતા-પ્રધાનતા-ને ‘અર્પિત’ કહેવામાં આવે છે અને તે વખતે જે ધર્મ ગૌણ રાખ્યા હોય તેને ‘અનર્પિત’ કહેવામાં આવે છે. અનર્પિત રાખેલ ધર્મ તે વખતે કહેવામાં આવ્યા નથી તોપણ વસ્તુમાં તે ધર્મો રહેલા છે એમ જ્ઞાની જાણે છે.

(૨) જે વખતે દ્રવ્યની અપેક્ષાએ દ્રવ્યને નિત્ય કહ્યું તે જ વખતે તે પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે. માત્ર તે વખતે ‘અનિત્યતા’ કહી નથી પણ ગર્ભિત રાખી છે. તેમ જ જ્યારે પર્યાયની અપેક્ષાએ દ્રવ્યને અનિત્ય કહ્યું તે જ વખતે તે દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે, માત્ર તે વખતે ‘નિત્યતા’ કહી નથી; કારણ કે બન્ને ધર્મો એકી સાથે કહી શકાતા નથી.

(૩) અર્પિત અને અનર્પિત કથનદ્વારા અનેકાન્તસ્વરૂપ

અનેકાંતની વ્યાખ્યા આ પ્રમાણે છે-“એક વસ્તુમાં વસ્તુપણાની નિપજાવનારી પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓનું પ્રકાશવું તે અનેકાન્ત છે.” જેમ કે જે વસ્તુ સત્ છે તે જ અસત્ છે અર્થાત્ જે અસ્તિ છે તે જ નાસ્તિ છે; જે એક છે તે જ અનેક છે; જે નિત્ય છે તે જ અનિત્ય છે-વગેરે. (જુઓ, સમયસાર-ગુજરાતી પા. ૪૮૮)

અર્પિત અને અનર્પિતનું સ્વરૂપ સમજવા માટે અહીં કેટલાક દ્રષ્ટાંતોની જરૂર છે તે નીચે આપવામાં આવે છેઃ-

૧. ‘જીવ ચેતન છે’ એમ કહેતાં ‘જીવ અચેતન નથી’ એમ તેમાં સ્વયં ગર્ભિતપણે આવી ગયું. આમાં ‘જીવ ચેતન છે’ એ કથનઅર્પિત થયું અને ‘જીવ અચેતન નથી’ એ કથન અનર્પિત થયું.

૨. ‘અજીવ જડ છે’ એમ કહેતાં ‘અજીવ ચેતન નથી’ એમ તેમાં સ્વયં ગર્ભિતપણે આવી ગયું. આમાં પહેલું કથન અર્પિત છે અને તેમાં ‘અજીવચેતન નથી’ એ ભાવ અનર્પિતપણે આવી ગયો એટલે કે કહ્યા વિના પણ તેમાં ગર્ભિત છે-એમ સમજી લેવું.

૩. ‘જીવ પોતાનાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે સત્ છે’ એમ કહેતાં તેમાં કહ્યા વગર