અ. પ સૂત્ર ૩૨ ] [ ૩૪૭ પણ ‘જીવ પર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે અસત્ છે’ એમ આવી ગયું છે. પહેલું કથન ‘અર્પિત’ અને બીજું ‘અનર્પિત’ છે.
૪. ‘જીવ દ્રવ્યે એક છે’ એમ કહેતાં જીવ ગુણ અને પર્યાયે અનેક છે’ એમ તેમાં આવી ગયું. પહેલું કથન ‘અર્પિત’ અને બીજું ‘અનર્પિત’ છે.
પ. ‘જીવ દ્રવ્યે-ગુણે નિત્ય છે’ એમ કહેતા ‘જીવ પર્યાયે અનિત્ય છે’ એમ આવી ગયું. પહેલું કથન ‘અર્પિત’ છે અને બીજું ‘અનર્પિત છે.
૬. ‘જીવ સ્વથી તત્ (Identical) છે’ એમ કહેતાં ‘જવ પરથી અતત્ છે’ એમ તેમાં અવી ગયું. પહેલું કથન ‘અર્પિત’ છે અને બીજું ‘અનર્પિત’ છે.
૭. ‘જીવ પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયથી અભિન્ન છે’ એમ કહેતાં ‘જીવ પર દ્રવ્યો, તેના ગુણો અને પર્યાયોથી ભિન્ન છે’ એમ તેમાં આવી ગયું. પહેલું કથન ‘અર્પિત’ છે અને બીજું ‘અનર્પિત’ છે.
૮. ‘જીવ પોતાના પર્યાયનો કર્તા થઈ શકે’ એમ કહેતાં જીવ પર દ્રવ્યનું કાંઈ કરી શકે નહિ’ એણ તેમાં આવી ગયું. પહેલું કથન ‘અર્પિત’ છે અને બીજું ‘અનર્પિત’ છે.
૯. ‘દરેક દ્રવ્ય પોતાના પર્યાયનું ભોક્તા થઈ શકે’ એમ કહેતાં ‘કોઈ દ્રવ્ય પરનું ભોક્તા ન થઈ શકે’ એમ તેમાં આવી ગયું. પહેલું કથન ‘અર્પિત’ છે, અને બીજું ‘અનર્પિત’ છે.
૧૦. ‘કર્મનો વિપાક કર્મમાં આવી શકે’ એમ કહેતાં ‘કર્મનો વિપાક જીવમાં આવી શકે નહિ’ એમ તેમાં આવી ગયું. પહેલું કથન ‘અર્પિત’ છે અને બીજું ‘અનર્પિત’ છે.
૧૧. ‘સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતા તે મોક્ષમાર્ગ છે’ એમ કહેતા ‘પુણ્ય, પાપ, આસ્રવ, બંધ તે મોક્ષમાર્ગ નથી’ એમ તેમાં આવી ગયું. પહેલું કથન ‘અર્પિત’ છે અને બીજું ‘અનર્પિત’ છે.
૧૨. ‘શરીર પર દ્રવ્ય છે’ એમ કહેતાં ‘જીવ શરીરની કોઈ ક્રિયા કરી શકે નહિ, તેને હલાવી-ચલાવી શકે નહિ, તેની સંભાળ રાખી શકે નહિ કે તેનું બીજું કાંઈ કરી શકે નહિ તેમજ શરીરની ક્રિયાથી જીવને સુખ-દુઃખ થાય નહિ’ એમ તેમાં આવી ગયું, પહેલું કથન ‘અર્પિત’ છે અને બીજું ‘અનર્પિત’ છે.
૧૩. ‘નિમિત્ત પરદ્રવ્ય છે’ એમ કહેતાં ‘નિમિત્ત પરદ્રવ્યને કાંઈ કરી શકે નહિ, તેને સુધારી કે બગાડી શકે નહિ, માત્ર તે અનુકૂળ સંયોગપણે હોય’ એમ તેમાં આવી ગયું. પહેલું કથન ‘અર્પિત’ છે અને બીજું ‘અનર્પિત’ છે.