Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 350 of 655
PDF/HTML Page 405 of 710

 

અ. પ સૂત્ર ૩૨ ] [ ૩૪૯

૨૦. ‘કર્મના ઉદયથી જીવ ઊર્ધ્વલોકમાં, અધોલોકમાં અને તિર્યક્લોકમાં જાય છે કારણ કે આનુપૂર્વિ નામના કર્મના ઉદય વિના તેની અનુપપત્તિ છે’ એમ કહેતાં ‘જીવની ક્રિયાવતીશક્તિની તે વખતની તેવી લાયકાત છે તેથી જીવ ઊર્ધ્વલોકમાં, અધોલોકમાં અને તિર્યક્લોકમાં જાય છે, તે વખતે તેને અનુકૂળ આનુપૂર્વિ નામકર્મનો ઉદય સંયોગપણે હોય છે. કર્મ પરદ્રવ્ય છે, તેથી તે જીવને કોઈ જગ્યાએ લઈ જઈ શકે નહિ’ એમ તેમાં આવી ગયું. પહેલું કથન ‘અર્પિત’ છે અને બીજું ‘અનર્પિત’ છે.

ઉપરના દ્રષ્ટાંતો ધ્યાનમાં રાખીને, શાસ્ત્રમાં કોઈ પણ કથન કર્યું હોય તેના નીચે મુજબ અર્થો કરવા-

પ્રથમ શબ્દાર્થ કરીને તે કથન કયા નયે કર્યું છે તે નક્કી કરવું. તેમાં જે કથન જે નયે કર્યું હોય તે કથન ‘અર્પિત’ છે એમ સમજવું; અને સિદ્ધાંત અનુસાર, ગૌણપણે બીજા જે ભાવ તેમાં ગર્ભિતપણે આવી જાય છે તે ભાવ જોકે ત્યાં શબ્દોમાં કહ્યા નથી તોપણ તે ભાવ પણ ગર્ભિતપણે કહ્યા છે એમ સમજી લેવું; આ ‘અનર્પિત’ કથન છે. આ પ્રમાણે અર્પિત અને અનર્પિત બન્ને પડખાંને સમજીને જે જીવ અર્થ કરે તે જ જીવને પ્રમાણ અને નયનું સત્ય જ્ઞાન થાય. જો બન્ને પડખાં યથાર્થ ન સમજે તો તેનું જ્ઞાન અજ્ઞાનરૂપે પરિણમ્યું છે તેથી તેનું જ્ઞાન અપ્રમાણ અને કુનયરૂપ છે. પ્રમાણને અનેકાંત પણ કહેવામાં આવે છે.

(૪) અનેકાંતનું પ્રયોજન

અનેકાંત પણ સમ્યક્ એકાંત એવા નિજપદની પ્રાપ્તિ કરાવવા સિવાય બીજા અન્ય હેતુએ ઉપકારી નથી.

(૪) એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈપણ કરી શકે–એ માન્યતામાં
આવતા દોષોનું વર્ણન

જગતનાં છએ દ્રવ્યો અત્યંત નિકટ એકક્ષેત્રાવગાહરૂપે રહ્યાં છે, તે પોતપોતામાં અંતર્મગ્ન રહેલા પોતાના અનંત ધર્મોના ચક્રને ચૂંબે છે-સ્પર્શે છે તોપણ તેઓ પરસ્પર એકબીજાને સ્પર્શ કરતા નથી. જો એક દ્રવ્ય બીજાને સ્પર્શે તો તે પરદ્રવ્યરૂપ થઈ જાય અને પરરૂપ થઈ જાય તો નીચેના દોષો આવે-

(૧) સંકર દોષ

બે દ્રવ્યો એકરૂપ થઈ જાય તો સંકર દોષ આવે.

सर्वेषाम् युगपत्प्राप्ति संकर-અનેક દ્રવ્યોના એકરૂપપણાની પ્રાપ્તિ તે સંકર દોષ છે. જીવ અનાદિથી અજ્ઞાનદશામાં શરીરને, શરીરની ક્રિયાને, દ્રવ્ય ઇન્દ્રિયોને, ભાવ ઇન્દ્રિયોને