૩પ૦ ] [ મોક્ષશાસ્ત્ર તથા તેમના વિષયોને પોતાથી એકરૂપ માને છે તે જ્ઞેય-જ્ઞાયક સંકર દોષ છે. આ સૂત્રમાં કહેલા અનેકાંતસ્વરૂપને સમજતાં-એટલે કે જીવ જીવરૂપે છે અને કર્મરૂપે નથી તેથી કર્મ, ઇન્દ્રિયો, શરીર, જીવની વિકારી અને અપૂર્ણ દશા તે જ્ઞેય છે પણ જીવનું સ્વરૂપ (જ્ઞાન) નથી એમ સમજી ભેદવિજ્ઞાન પ્રગટ કરે ત્યારે-જ્ઞેય-જ્ઞાયક સંકર દોષ ટળે છે, અર્થાત્ સમ્યગ્દર્શન પ્રગટતાં જ આ દોષ ટળે છે.
જીવ જેટલાં અંશે રાગ-દ્વેષ સાથે જોડાઈને દુઃખ ભોગવે છે તે ભાવ્ય-ભાવક સંકર દોષ છે; તે દોષ ટળવાની શરૂઆત સમ્યગ્દર્શન પ્રગટતાં થાય છે અને સર્વથા કષાયભાવ ટળતાં તે સંકરદોષ સર્વથા ટળે છે.
જો જીવ જડનું કાંઈ કાર્ય કરે કે જડ કર્મ અગર શરીર જીવનું કાંઈ ભલું-ભૂંડું કરે તો જીવ જડરૂપે થઈ જાય અને જડ ચેતનરૂપ થઈ જાય, તથા જો એક જીવને બીજા જીવો કાંઈ ભલું-ભૂંડું કરે તો એક જીવ બીજા જીવરૂપ થઈ જાય. આ પ્રમાણે એકનો વિષય બીજામાં ચાલ્યો જાય તેથી વ્યતિકર દોષ આવે –परस्पर विषयगमनं व्यतिकर।
જડકર્મો હળવાં થાય અને માર્ગ આપે તો જીવને ધર્મ થાય અને જડકર્મો બળવાન હોય તો જીવ ધર્મ કરી શકે નહિ-એમ માનવામાં સંકર અને વ્યતિકર બન્ને દોષ આવે છે.
જીવ મોક્ષનો-ધર્મનો પુરુષાર્થ ન કરે અને અશુભભાવમાં રહે ત્યારે તેને ભારે કર્મી જીવ કહેવાય છે અથવા તો ‘તેને કર્મનો તીવ્ર ઉદય છે તેથી તે ધર્મ કરતો નથી’ એમ કહેવાય છે. તે જીવનું લક્ષ સ્વ ઉપર નથી પણ પરવસ્તુ ઉપર છે એટલું બતાવવા માટે તે વ્યવહારકથન છે. પરંતુ જડકર્મ જીવને નુકસાન કરે અથવા તો જીવ જડકર્મનો ક્ષય કરે એમ ખરેખર માનવાથી ઉપરના બન્ને દોષ આવે છે.
જો જીવ શરીરનું કાંઈ કરી શકે, તેને હલાવી-ચલાવી શકે કે બીજા જીવનું કાંઈ કરી શકે તો તે બન્ને દ્રવ્યોનું અધિકરણ (સ્વક્ષેત્રરૂપ આધાર) એક થઈ જાય અને તેથી ‘અધિકરણ’ દોષ આવે.
જીવ પોતાની અપેક્ષાએ સત્ છે અને કર્મ પરવસ્તુ છે તેની અપેક્ષાએ જીવ અસત્ છે, તથા કર્મ તેની પોતાની અપેક્ષાએ સત્ છે અને જીવની અપેક્ષાએ કર્મ અસત્ છે. આમ હોવા છતાં જીવ કર્મને બાંધે-છોડે-તેનો ક્ષય કરે તેમ જ જડ કર્મ નબળાં પડે તો જીવ ધર્મ કરી શકે-એમ માનવું તેમાં ‘પરસ્પરાશ્રય’ દોષ છે. જીવ,