અ. પ ઉપસંહાર ] [ ૩૬૩ અવસ્થા થાય ત્યારે બંધ થાય છે (સૂત્ર ૩૩). બંધ પ્રાપ્ત પુદ્ગલોને સ્કંધ કહેવામાં આવે છે. તેમાંથી જીવને સંયોગરૂપ થતા સ્કંધો શરીર, વચન, મન અને શ્વાસોચ્છ્વાસપણે પરિણમે છે (સૂત્ર ૨પ, ૧૯). કેટલાક સ્કંધો જીવને સુખ, દુઃખ, જીવન અને મરણમાં નિમિત્ત થાય છે. (સૂત્ર ૨૦).
૨. સ્કંધરૂપે પરિણમેલા પરમાણુઓ સંખ્યાત, અસંખ્યાત, અનંત હોય છે. તથા બંધની વિશિષ્ટતા એવી છે કે એક પ્રદેશમાં અનેક રહે છે, અનેક સ્કંધો સંખ્યાતપ્રદેશોને અને અનેક સ્કંધો અસંખ્યાત પ્રદેશોને રોકે છે તેમજ એક મહાસ્કંધ લોકપ્રમાણ અસંખ્યાત આકાશના પ્રદેશોને રોકે છે (સૂત્ર ૧૦, ૧૪, ૧૨.)
૩. જે પુદ્ગલની સ્નિગ્ધતા કે રુક્ષતા જઘન્યપણે હોય તે બંધને પાત્ર નથી. તેમ જ એક સરખા ગુણવાળા પુદ્ગલોનો બંધ થતો નથી (સૂત્ર ૩૪-૩પ). જઘન્ય ગુણ છોડીને બે અંશ જ અધિક હોય ત્યાં (પછી એકી ગુણ હોય કે બેકી ગુણ હોય) સ્નિગ્ધનો સ્નિગ્ધ સાથે, રુક્ષનો રુક્ષ સાથે તથા સ્નિગ્ધ રુક્ષનો પરસ્પર બંધ થાય છે અને જેના ગુણો અધિક હોય તે-રૂપે આખો સ્કંધ થાય છે (સૂત્ર ૩૬, ૩૭). સ્કંધની ઉત્પત્તિ પરમાણુઓના ભેદ (છૂટા પડવાથી), સંઘાત (મળવાથી) અથવા એકી વખતે બન્ને રૂપે (ભેદ-સંઘાત) થવાથી થાય છે (સૂત્ર ૨૬), અને અણુની ઉત્પત્તિ ભેદથી થાય છે (સૂત્ર ૨૭). ભેદ-સંઘાત બન્નેથી મળી ઉત્પન્ન થયેલ સ્કંધ ચક્ષુઇન્દ્રિયગમ્ય હોય છે. (સૂત્ર ૨૮).
૪. શબ્દ, બંધ, સૂક્ષ્મ, સ્થૂળ, સંસ્થાન, ભેદ, તમ, છાયા, આતપ અને ઉદ્યોત -એ બધા પુદ્ગલના પર્યાયો (અવસ્થા) છે.
પ. પુદ્ગલ દ્રવ્યને હલનચલનમાં ધર્મદ્રવ્ય અને સ્થિતિમાં અધર્મદ્રવ્ય નિમિત્ત છે (સૂત્ર ૧૭), અવગાહનમાં આકાશદ્રવ્ય નિમિત્ત છે અને પરિણમનમાં કાળદ્રવ્ય નિમિત્ત છે (સૂત્ર ૧૮, ૨૨).
૬. પુદ્ગલ સ્કંધોને શરીર, વચન, મન અને શ્વાસોચ્છ્વાસરૂપે પરિણમવામાં જીવ નિમિત્ત છે (સૂત્ર ૧૯); બંધરૂપ થવામાં પરસ્પર નિમિત્ત છે (સૂત્ર ૩૩).
નોંધઃ- સ્નિગ્ધતા અને રુક્ષતાના અનંત અવિભાગપ્રતિચ્છેદ થાય છે. તેમાંના એક અવિભાગી અંશને ‘ગુણ’ કહે છે, એમ અહીં ‘ગુણ’ શબ્દનો અર્થ છે.
દરેક દ્રવ્ય ગુણ-પર્યાયાત્મક છે; ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય યુક્ત છે; સપ્તભંગસ્વરૂપ છે. એ રીતે દ્રવ્યમાં ત્રિકાળી અખંડ સ્વરૂપ અને દરેક સમયે વર્તતી અવસ્થા-એમ બે