૩૬૨ ] [ મોક્ષશાસ્ત્ર
ધર્મદ્રવ્ય એક, અજીવ, બહુપ્રદેશી છે (સૂત્ર ૧, ૨, ૬). તે નિત્ય, અવસ્થિત અરૂપી અને હલનચલન રહિત છે (સૂત્ર ૪, ૭). તેના લોકાકાશ જેટલા અસંખ્ય પ્રદેશો છે અને તે આખા લોકાકાશમાં વ્યાપક છે. (સૂત્ર ૮, ૧૩). તે પોતે હલનચલન કરતા જીવ તથા પુદ્ગલોને ગતિમાં નિમિત્ત છે (સૂત્ર ૧૭). તેને અવગાહનમાં આકાશ નિમિત્ત છે અને પરિણમનમાં કાળ નિમિત્ત છે (સૂત્ર ૧૮, ૨૨) અરૂપી (સૂક્ષ્મ) હોવાથી ધર્મ અને અધર્મદ્રવ્યો લોકાકાશમાં એકસરખી રીતે (એકબીજાને વ્યાઘાત પહોંચાડયા વિના) વ્યાપી રહ્યાં છે. (સૂત્ર ૧૩).
ઉપર કહેલી બધી બાબતો અધર્મદ્રવ્યને પણ લાગુ પડે છે. વિશેષતા એટલી જ કે ધર્મદ્રવ્ય જીવ-પુદ્ગલોને ગતિમાં નિમિત્ત છે ત્યારે અધર્મ જીવ-પુદ્ગલોને સ્થિતિમાં નિમિત્ત છે.
આકાશદ્રવ્ય એક, અજીવ, અનંતપ્રદેશી છે (સૂત્ર ૧, ૨, ૬, ૯). નિત્ય, અવસ્થિત, અરૂપી અને હલનચલન રહિત છે (સૂત્ર ૪, ૭). બીજા પાંચેય દ્રવ્યોને અવગાહન આપવામાં નિમિત્ત છે (સૂત્ર ૧૮). તેને પરિણમનમાં કાળદ્રવ્ય નિમિત્ત છે (સૂ. ૨૨).
કાળદ્રવ્ય દરેક અણુરૂપ, અરૂપી, અસ્તિપણે પણ કાય રહિત, નિત્ય અને અવસ્થિત અજીવ પદાર્થ છે. (સૂત્ર ૨, ૩૯, ૪). તે બધાં દ્રવ્યોને પરિણમનમાં નિમિત્ત છે (સૂત્ર ૨૨). કાળદ્રવ્યને અવગાહનમાં આકાશદ્રવ્ય નિમિત્ત છે. (સૂત્ર ૧૮). એક આકાશપ્રદેશે રહેલાં અનંત દ્રવ્યોને પરિણમનમાં એક કાલાણુ નિમિત્ત થાય છે તે કારણે ઉપચારથી તેને અનંત સમય કહેવામાં આવે છે, તથા ભૂત- ભવિષ્યની અપેક્ષાએ અનંત છે. કાળના એક પર્યાયને સમય કહે છે (સૂત્ર ૪૦).
૧. આ પુદ્ગલ દ્રવ્યો અનંતાનંત છે. તે દરેક એક પ્રદેશી છે. (સૂત્ર ૧, ૨, ૧૦, ૧૧,) તેમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આદિ વિશેષ ગુણો હોવાથી તે રૂપી છે (સૂત્ર ૨૩, પ.) તે વિશેષ ગુણોમાંથી સ્પર્શ ગુણની સ્નિગ્ધ કે રુક્ષની અમુક પ્રકારની