અ. પ ઉપસંહાર ] [ ૩૬૧ ૩. એક ધર્માસ્તિકાય, ૪. અધર્માસ્તિકાય, પ. એક આકાશ (સૂત્ર ૧), ૬. કાળ, (સૂત્ર ૨૨, ૩૯).
૧. જીવો અનેક છે (સૂત્ર ૩), દરેક જીવના અસંખ્યાત પ્રદેશો છે (સૂત્ર ૮), તે લોકાકાશમાં જ રહે છે (સૂત્ર ૧૨), જીવના પ્રદેશો સંકોચ-વિસ્તાર પામે છે, તેથી લોકના અસંખ્યાતમા ભાગથી લઈને આખા લોકને અવગાહે છે. (સૂત્ર પ, ૧પ), લોકાકાશના જેટલા પ્રદેશો છે તેટલા જ જીવના પ્રદેશો છે. એક જીવના, ધર્મદ્રવ્યના અને અધર્મદ્રવ્યના પ્રદેશોની સંખ્યા સરખી છે (સૂત્ર ૮); પરંતુ જીવના અવગાહ અને ધર્મદ્રવ્ય તથા અધર્મદ્રવ્યના અવગાહમાં ફેર છે. ધર્મ-અધર્મ દ્રવ્ય આખા લોકાકાશને અવગાહે છે જ્યારે જીવના પ્રદેશો સંકોચ-વિસ્તાર પામે છે. (સૂત્ર ૧૩, ૧૬).
૨. જીવને વિકારી અવસ્થામાં, સુખ-દુઃખ તથા જીવન-મરણમાં પુદ્ગલ દ્રવ્યો નિમિત્ત છે; જીવ દ્રવ્યો પણ પરસ્પર તે કાર્યોમાં નિમિત્ત થાય છે. સંસારી જીવોને સંયોગરૂપે કાર્મણાદિ શરીર, વચન, મન અને શ્વાસોચ્છ્વાસ હોય છે (સૂત્ર ૧૯, ૨૦, ૨૧).
૩. જીવ ક્રિયાવાન છે, તેની ક્રિયાવતી શક્તિનો પર્યાય કોઈવાર ગતિરૂપ અને કોઈ વાર સ્થિતિરૂપ થાય છે; જ્યારે ગતિરૂપ હોય ત્યારે ધર્મદ્રવ્ય અને જ્યારે સ્થિતિરૂપ હોય ત્યારે અધર્મદ્રવ્ય નિમિત્ત છે (સૂત્ર-૧૭).
૪. જીવને પરિણમનમાં કાળ દ્રવ્ય નિમિત્ત છે (સૂત્ર ૨૨), અને અવગાહનમાં આકાશ નિમિત્ત છે (સૂત્ર ૧૮).
પ. જીવ દ્રવ્યે નિત્ય છે, તેની સંખ્યા એક સરખી રહેનારી છે અને તે અરૂપી છે (સૂત્ર ૪).
નોટઃ- છએ દ્રવ્યોનું જે સ્વરૂપ ઉપર નં. (૧) માં ચાર બોલથી જણાવ્યું છે તે જ સ્વરૂપ દરેક જીવ દ્રવ્યને પણ લાગુ પડે છે. જીવનું લક્ષણ ઉપયોગ છે એમ જીવને લગતા અધિકારમાં અધ્યાય ૨. સૂત્ર ૮ માં કહેવાઈ ગયું છે.
જ્ઞાન રહિત એવા અજીવ દ્રવ્યો પાંચ છે-૧. એક ધર્મ, ૨. એક અધર્મ ૩. એક આકાશ, ૪. અનેક પુદ્ગલો તથા પ. અસંખ્યાત કાળાણું (સૂત્ર ૧, ૩૯). હવે પાંચ પેટા વિભાગ દ્વારા તે પાંચ દ્રવ્યનું સ્વરૂપ કહેવાય છે.