૩૬૦ ] [ મોક્ષશાસ્ત્ર
(૪) ગુણને સહવર્તીપર્યાય અથવા અક્રમવર્તીપર્યાય કહેવામાં આવે છે અને પર્યાયને ક્રમવર્તીપર્યાય કહેવામાં આવે છે.
દ્રવ્ય, ગુણ ને પર્યાય-એમ વસ્તુના ત્રણ ભેદ કહ્યા છે, પરંતુ નય તો દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એમ બે જ કહ્યા છે, ત્રીજો ‘ગુણાર્થિક’ નય કહ્યો નથી, તેનું શું કારણ છે? તેમ જ ગુણો કયા નયના વિષયમાં આવે છે? તેનો ખુલાસો પૂર્વે અધ્યાય ૧ સૂત્ર ૬ ની ટીકા પા. ૩૧-૩૨ માં આપ્યો છે.
પર્યાયાર્થિકનયને ભાવાર્થિકનય પણ કહેવામાં આવે છે. (જુઓ, શ્રીમદ્ રાજચંદ્ર કૃત મોક્ષમાળા પાઠ-૯૧)
સૂત્ર ૪૧ માં જે સિદ્ધાંત કહ્યો છે તે જ પ્રમાણે તે અહીં પણ લાગુ પડે છે એટલે કે દરેક દ્રવ્ય પોતાના ભાવે પરિણમે છે, પરના ભાવે પરિણમતું નથી; તેથી એમ સિદ્ધ થયું કે દરેક દ્રવ્ય પોતાનું કામ કરી શકે પણ પરનું કાંઈ કરી શકે નહિ.।। ૪૨।।
આ પાંચમા અધ્યાયમાં અજીવતત્ત્વનું મુખ્યપણે કથન છે. અજીવતત્ત્વનું કથન કરતાં, તેનો જીવતત્ત્વ સાથે સંબંધ બતાવવાની જરૂર જણાતાં જીવનું સ્વરૂપ પણ અહીં જણાવવામાં આવ્યું છે. વળી છએ દ્રવ્યોનું સામાન્યસ્વરૂપ જીવ અને અજીવને લાગુ પડતું હોવાથી તે પણ કહ્યું છે. એ રીતે આ અધ્યાયમાં નીચેના વિષયો આવ્યા છે.
(૧) છએ દ્રવ્યોને એકસરખી રીતે લાગુ પડતા નિયમોનું સ્વરૂપ, (૨) દ્રવ્યોની સંખ્યા અને તેનાં નામો, (૩) જીવનું સ્વરૂપ (૪) અજીવનું સ્વરૂપ, (પ) સ્યાદ્વાદ સિદ્ધાંત અને (૬) અસ્તિકાય.
૧. દ્રવ્યનું લક્ષણ અસ્તિત્વ-હોવાપણું (સત્) છે. (સૂત્ર ૨૯) ૨. હોવાપણાનું (-સત્નું) લક્ષણ ત્રણે કાળ ટકીને દરેક સમયે જૂની અવસ્થા ટાળી નવી અવસ્થા ઉત્પન્ન કરવી તે છે (સૂત્ર ૩૦). ૩. દ્રવ્ય પોતાના ગુણ અને અવસ્થાવાળું હોય છે, ગુણ દ્રવ્યને આશ્રયે રહે છે અને ગુણમાં ગુણ હોતા નથી. તે પોતાના જે ભાવ છે તે ભાવે પરિણમે છે. (સૂ. ૩૮, ૪૨). ૪. દ્રવ્યના પોતાના ભાવનો નાશ થતો નથી માટે નિત્ય છે અને તે પરિણમે છે માટે અનિત્ય છે. (સૂત્ર ૩૧, ૪૨)
દ્રવ્યો અનેક છે. (સૂત્ર ૨). તેનાં નામો-૧. જીવો (સૂત્ર ૩), ૨. પદ્ગલો,