અ. પ ઉપસંહાર ] [ ૩૭૩ ઉદય પામીને નિર્જરી જાય છે; તે હકીક્તથી તે જ સ્થળે ધર્મદ્રવ્યની સિદ્ધિ થાય છે.
જે સ્થૂળ પદાર્થો નજરે દેખાય છે એવા શરીર, પુસ્તક, પત્થર, લાકડાં વગેરેમાં જ્ઞાન નથી એટલે કે તે અજીવ છે; તે પદાર્થોને તો અજ્ઞાની પણ જુએ છે. તે પદાર્થોમાં વધ-ઘટ થયા કરે છે અર્થાત્ તે ભેગા થાય છે અને છૂટા પડે છે. આવા નજરે દેખાતા પદાર્થોને પુદ્ગલ કહેવાય છે. રંગ, ગંધ, રસ અને સ્પર્શ એ ગુણો પુદ્ગલ દ્રવ્યના છે; તેથી પુદ્ગલ દ્રવ્ય કાળું-ધોળું, સુગંધી-દુર્ગંધી, ખાટું-મીઠું, હલકું- ભારે વગેરે પ્રકારે જણાય છે; એ બધી પુદ્ગલની જ શક્તિ છે. જીવ તો કાળો- ધોળો, સુગંધી-દુર્ગંધી વગેરે રૂપે નથી, જીવ તો જ્ઞાનવાળો છે. શબ્દ અથડાય છે કે બોલાય છે તે પણ પુદ્ગલની જ હાલત છે. તે પુદ્ગલોથી જીવ જુદો છે. લોકોમાં બેભાન માણસને કહેવાય છે કે તારું ચેતન ક્યાં ઊડી ગયું? એટલે કે આ શરીર તો અજીવ છે, તે તો જાણતું નથી, પણ જાણનારું જ્ઞાન ક્યાં ગયું? અર્થાત્ જીવ ક્યાં ગયો? આમાં જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્યોની સાબિતી થઈ.
‘આકાશ’ નામનું દ્રવ્ય છે તેને લોકો અવ્યક્તતપણે તો સ્વીકારે છે. “અમુક મકાન વગેરે જગ્યાનો આકાશથી પાતાળ સુધી અમારો હક છે” એમ દસ્તાવેજોમાં લખાવે છે એટલે કે આકાશથી પાતાળરૂપ કાંઈક એક વસ્તુ છે એમ નક્કી થયું. જો આકાશથી પાતાળ સુધી કાંઈ જ વસ્તુ ન હોય તો ‘આકાશથી પાતાળ સુધીનો હક’ એમ કેમ લખાવે? વસ્તુ છે માટે તેનો હક માને છે. આકાશથી પાતાળ સુધી એટલે કે સર્વવ્યાપી રહેલી તે વસ્તુને ‘આકાશદ્રવ્ય’ કહેવાય છે. આ દ્રવ્ય જ્ઞાનરહિત છે અને અરૂપી છે, તેનામાં રંગ, રસ વગેરે નથી.
જીવ, પુદ્ગલ અને આકાશ દ્રવ્યને સિદ્ધ કર્યા; હવે ‘કાળ’ નામની એક વસ્તુ છે તેને સિદ્ધ કરવામાં આવે છે. લોકો દસ્તાવેજ કરાવે તેમાં એમ લખાવે છે કે “यावत् चंद्रदिवाकरौ–જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહે ત્યાંસુધી અમારો હક છે.” આમાં કાળદ્રવ્યનો સ્વીકાર કર્યો. અત્યારે જ હક છે એમ નહિ પણ હજી કાળ લંબાતો જાય છે