૩૭૪ ] [ મોક્ષશાસ્ત્ર તે બધા કાળમાં અમારો હક છે, એમ કાળનો સ્વીકાર કરે છે. તેમ જ ‘અમારી લીલી વાડી સદાય રહે’ એમાં પણ ભવિષ્યકાળનો સ્વીકાર કર્યો. વળી ‘અમે તો સાત પેઢીથી સુખી છીએ’ એમ કહે છે ત્યાં પણ ભૂતકાળ સ્વીકારે છે. ભૂતકાળ, વર્તમાનકાળ એ બધા પ્રકાર કાળદ્રવ્યના વ્યવહારપર્યાયના છે. આ કાળદ્રવ્ય પણ અરૂપી છે અને તેનામાં જ્ઞાન નથી.
આ રીતે જીવ, પુદ્ગલ, આકાશ અને કાળદ્રવ્યની સિદ્ધિ થઈ. હવે બાકી ધર્મ અને અધર્મ એ બે દ્રવ્યો રહ્યાં.
આ ધર્મદ્રવ્યને પણ જીવ અવ્યક્તપણે કબૂલે તો છે. છ એ દ્રવ્યોની અસ્તિ કબૂલ્યા વગર કોઈ પણ વ્યવહાર ચાલી શકે નહીં. આવવું, જવું, રહેવું, વગેરે બધામાં છએ દ્રવ્યોની અસ્તિ સિદ્ધ થઈ જાય છે. ચાર દ્રવ્યો તો સિદ્ધ થયાં છે; હવે બાકીનાં બે દ્રવ્યો સિદ્ધ કરવાં છે. ‘એક ગામથી બીજે ગામ આવ્યા’ આમ કહ્યું તેમાં ધર્મદ્રવ્ય સિદ્ધ થઈ જાય છે. એક ગામથી બીજે ગામ આવ્યા એટલે શું? કે જીવ અને શરીરના પરમાણુઓની ગતિ થઈ, એક ક્ષેત્રથી બીજું ક્ષેત્ર બદલ્યું. હવે આ ક્ષેત્ર બદલવાના કાર્યમાં નિમિત્ત દ્રવ્ય કોને કહેશો? કેમ કે એવો નિયમ છે કે દરેક કાર્યમાં ઉપાદાન અને નિમિત્તકારણ હોય જ છે. જીવ અને પુદ્ગલોને એક ગામથી બીજે ગામ આવવામાં કયું દ્રવ્ય નિમિત્ત છે તે વિચારીએ. પ્રથમ તો, જીવ અને પુદ્ગલ એ ઉપાદાન છે, ઉપાદાન પોતે નિમિત્ત ન કહેવાય. નિમિત્ત તો ઉપાદાનથી જુદું જ હોય, માટે જીવ કે પુદ્ગલ તે ક્ષેત્રાંતરનું નિમિત્ત નથી. કાળદ્રવ્ય તે તો પરિણમનમાં નિમિત્ત છે એટલે કે પર્યાય બદલવામાં તે નિમિત્ત છે, પણ ક્ષેત્રાંતરનું નિમિત્ત કાળદ્રવ્ય નથી; આકાશદ્રવ્ય બધાં દ્રવ્યોને રહેવા માટે જગ્યા આપે છે. પહેલા ક્ષેત્રે હતાં ત્યારે પણ જીવ અને પુદ્ગલને આકાશ નિમિત્ત હતું અને બીજા ક્ષેત્રે પણ તે જ નિમિત્ત છે, માટે ક્ષેત્રાંતરનું નિમિત્ત આકાશને પણ કહી શકાતું નથી. તો પછી ક્ષેત્રાંતરરૂપ જે કાર્ય થયું તેનું નિમિત્ત આ ચાર દ્રવ્યો સિવાય કોઈ અન્ય દ્રવ્ય છે એમ નક્કી થાય છે. ગતિ કરવામાં કોઈ એક દ્રવ્ય નિમિત્ત તરીકે છે પણ તે દ્રવ્ય કયું છે તેનો જીવે કદી વિચાર કર્યો નથી, તેથી તેની ખબર નથી. ક્ષેત્રાંતર થવામાં નિમિત્તરૂપ જે દ્રવ્ય છે તે દ્રવ્ય ને ‘ધર્મદ્રવ્ય’ કહેવાય છે. આ દ્રવ્ય પણ અરૂપી છે, અને જ્ઞાનરહિત છે.
જેમ ગતિ કરવામાં ધર્મદ્રવ્ય નિમિત્ત છે તેમ સ્થિત થવામાં તેનાથી વિરુદ્ધ અધર્મ-