અ. પ ઉપસંહાર ] [ ૩૭પ દ્રવ્ય નિમિત્તરૂપ છે. “એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રે આવીને સ્થિર રહ્યા,” સ્થિર રહેવામાં નિમિત્ત કોણ? સ્થિર રહેવામાં આકાશનું નિમિત્ત નથી, કેમ કે આકાશનું નિમિત્ત તો રહેવા માટે છે, ગતિ વખતે પણ રહેવામાં આકાશ નિમિત્ત હતું, તેથી સ્થિતિનું નિમિત્ત કોઈ અન્ય દ્રવ્ય જોઈએ. તે દ્રવ્ય અધર્મદ્રવ્ય છે. આ પણ અરૂપી છે અને જ્ઞાનરહિત છે.
આ રીતે જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ છ દ્રવ્યની સિદ્ધ કરી. આ છ સિવાય સાતમું કોઈ દ્રવ્ય છે જ નહિ, અને આ છમાંથી એક પણ દ્રવ્ય ઓછું નથી. બરાબર છ એ છ દ્રવ્યો છે અને તેમ માનવાથી જ યથાર્થ વસ્તુની સિદ્ધિ થાય છે. જો આ છ સિવાય સાતમું કોઈ દ્રવ્ય હોય તો તેનું કાર્ય બતાવી આપો! એવું કોઈ કાર્ય નથી કે જે આ છ દ્રવ્યોથી બહાર હોય; માટે સાતમું દ્રવ્ય છે જ નહિ. વળી, જો આ છ દ્રવ્યોમાંથી એક પણ ઓછું હોય તો તે દ્રવ્યનું કાર્ય કોણ કરે તે બતાવી આપો! છમાંથી એક પણ દ્રવ્ય એવું નથી કે જેના વગર વિશ્વ નિયમ ચાલી શકે.
૧. જીવ– આ જગતમાં અનંત જીવો છે જાણપણાના ચિહ્ન (વિશેષ ગુણ) વડે જીવ ઓળખાય છે. કેમકે જીવ સિવાયના કોઈ પદાર્થોમાં જાણપણું નથી. અનંત જીવો છે તે બધાય એક બીજાથી તદ્ન જુદા છે.
૨. પુદ્ગલ–આ જગતમાં અનંતાનંત પુદ્ગલો છે; સ્પર્શ, ગંધ, રંગ એ ચિહ્ન વડે પુદ્ગલો ઓળખાય છે, કેમ કે પુદ્ગલો સિવાય અન્ય કોઈ પદાર્થોમાં સ્પર્શ, રસ, ગંધ કે રંગ નથી. ઈન્દ્રિયો દ્વારા જે જે જણાય છે તે બધાય પુદ્ગલ દ્રવ્યના બનેલા સ્કંધો છે.
૩. ધર્મ–અહીં ‘ધર્મ’ કહેતાં આત્માનો ધર્મ ન સમજવો પણ ‘ધર્મ’ નામનું દ્રવ્ય છે તે સમજવું. આ દ્રવ્ય એક અખંડ છે, તે આખા લોકમાં રહેલું છે. જીવ અને પુદ્ગલોને ગતિ કરતી વખતે આ દ્રવ્ય નિમિત્તરૂપ ઓળખાય છે.
૪. અધર્મ–અહીં ‘અધર્મ’ કહેતાં આત્માના દોષ ન સમજવા પરંતુ ‘અધર્મ’ નામનું દ્રવ્ય સમજવું. આ એક અખંડ દ્રવ્ય છે. તે આખા લોકમાં રહેલું છે. જીવ અને પુદ્ગલોને ગતિ કરીને જ્યારે સ્થિર થાય છે ત્યારે આ દ્રવ્ય નિમિત્તરૂપ ઓળખાય છે.
પ. આકાશ–આ એક અખંડ સર્વ વ્યાપક દ્રવ્ય છે. બધા પદાર્થોને જગ્યા આપવાના નિમિત્તરૂપ આ દ્રવ્ય ઓળખાય છે. આ દ્રવ્યના જેટલા ભાગમાં અન્ય પાંચે દ્રવ્યો રહેલાં છે તેટલા ભાગને ‘લોકાકાશ’ કહેવાય છે, અને જેટલો ભાગ અન્ય