Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 378 of 655
PDF/HTML Page 433 of 710

 

અ. પ ઉપસંહાર ] [ ૩૭૭ રહેવામાં અધર્મદ્રવ્ય નિમિત્તરૂપ છે. પ. ટોપી પહેલાં સીધી હતી, અત્યારે વાંકી છે અને હવે પછી અમુક વખત સુધી તે રહેશે-આમ જાણ્યું ત્યાં ‘કાળ’ સિદ્ધ થઈ ગયો. ભૂત, વર્તમાન, ભવિષ્ય અથવા તો જૂનું-નવું, દિવસ, કલાક વગેરે જે ભેદો પ્રવર્તે છે તે ભેદો કોઈ એક મૂળ વસ્તુ વગર હોઈ શકે નહિ. ઉપર્યુક્ત બધા ભેદો કાળ દ્રવ્યના છે, જો કાળદ્રવ્ય ન હોય તો ‘નવું-જૂનું,’ ‘પહેલાં-પછી’ એવી કોઈ પ્રવૃત્તિ હોઈ શકે નહિ, માટે કાળદ્રવ્ય સિદ્ધ થયું. ૬. આ રીતે ટોપી ઉપરથી છ દ્રવ્યો સિદ્ધ થયાં.

આ છ દ્રવ્યોમાંથી એક પણ દ્રવ્ય ન હોય તો જગતવ્યવહાર ચાલી શકે નહિ. જો પુદ્ગલ ન હોય તો ટોપી જ ન હોય, જો જીવ ન હોય તો ટોપીનું હોવાપણું કોણ નક્કી કરે? જો આકાશ ન હોય તો ટોપી ક્યાં છે તે ઓળખાવી શકાય નહિ, જો ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્ય ન હોય તો ટોપીમાં થતો ફેરફાર (ક્ષેત્રાંતર અને સ્થિરતા) ઓળખાવી શકાય નહિ, અને જો કાળદ્રવ્ય ન હોય તો ‘પહેલાં’ જે ટોપી સીધી હતી તે જ ‘અત્યારે’ વાંકી છે-એમ પૂર્વે અને પછી ટોપીનું હોવાપણું નક્કી ન થઈ શકે, માટે ટોપીને સિદ્ધ કરવા માટે છએ દ્રવ્યનો સ્વીકાર કરવો પડે છે. જગતની કોઈ પણ એક વસ્તુને કબૂલતાં વ્યક્તપણે કે અવ્યક્તપણે છ એ દ્રવ્યનો સ્વીકાર થઈ જાય છે.

મનુષ્ય શરીર ઉપરથી છ દ્રવ્યોની સિદ્ધિ

આ શરીર તો નજરે દેખાય છે; તે પુદ્ગલનું બનેલું છે અને શરીરમાં જીવ રહેલો છે. જીવ અને પુદ્ગલ એક આકાશની જગ્યામાં રહ્યા હોવા છતાં બન્ને જુદાં છે. જીવનો સ્વભાવ જાણવાનો છે અને પુદ્ગલનું આ શરીર કાંઈ જાણતું નથી. શરીરનો કોઈ ભાગ કપાઈ જવા છતાં જીવનું જ્ઞાન કપાઈ જતું નથી, જીવ તો આખો જ રહે છે કેમ કે શરીર અને જીવ સદાય જુદાં જ છે. બન્નેનું સ્વરૂપ જુદું છે. અને બન્નેનાં કામ પણ જુદાં જ છે. આ જીવ અને પુદ્ગલ તો સ્પષ્ટ છે. ૧-ર. જીવ અને શરીર ક્યાં રહેલાં છે? અમુક ઠેકાણે પાંચ ફૂટ જગ્યામાં, બે ફૂટ જગ્યામાં વગેરેમાં રહેલાં છે, આ રીતે ‘જગ્યા’ કહેતાં આકાશદ્રવ્ય સિદ્ધ થયું. ૩.

એ ધ્યાન રાખવું કે જીવ અને શરીર આકાશમાં રહ્યાં છે એમ કહેવાય છે ત્યાં ખરેખર જીવ, શરીર અને આકાશ ત્રણે સ્વતંત્ર જુદાં જુદાં જ છે, કોઈ એક બીજાના સ્વરૂપમાં ઘૂસી ગયાં નથી. જીવ તો જાણનાર સ્વરૂપે જ રહ્યો છે; રંગ, ગંધ વગેરે શરીરમાં જ છે પણ આકાશ કે જીવ વગેરે કોઈમાં તે નથી; આકાશમાં રંગ, ગંધ વગેરે નથી તેમ જ જ્ઞાન પણ નથી, તે અરૂપી-અચેતન છે; જીવમાં જ્ઞાન છે પણ રંગ,