૩૭૮ ] [ મોક્ષશાસ્ત્ર ગંધ વગેરે નથી એટલે તે અરૂપી-ચેતન છે; પુદ્ગલમાં રંગ, ગંધ વગેરે છે પણ જ્ઞાન નથી એટલે તે રૂપી-અચેતન છે, આ રીતે ત્રણે દ્રવ્યો એક બીજાથી જુદાં-સ્વતંત્ર છે. સ્વતંત્ર વસ્તુઓને કોઈ બીજી વસ્તુ કાંઈ કરી શકે નહિ જો એક વસ્તુમાં બીજી વસ્તુ કાંઈ કરતી હોય તો વસ્તુને સ્વતંત્ર કેમ કહેવાય?
જીવ, પુદ્ગલ અને આકાશ નક્કી કર્યા; હવે કાળ નક્કી કરીએ. “તમારી ઉંમર કેટલી?” એમ પુછવામાં આવે છે, (ત્યાં તમારી’ એટલે શરીરના સંયોગરૂપ ઉંમરની વાત સમજવી.) શરીરની ઉંમર ૪૦-પ૦ વર્ષો વગેરેની કહેવાય છે. અને જીવ અનાદિ અનંત હોવાપણે છે. આ મારા કરતાં પાંચ વર્ષ નાના, આ પાંચ વર્ષ મોટા’ એમ કહેવાય છે, ત્યાં શરીરના કદથી નાના-મોટાપણાની વાત નથી પણ કાળ અપેક્ષાએ નાના-મોટાપણાની વાત છે. જો કાળદ્રવ્યની અપેક્ષા ન લ્યો તો ‘આ નાનો, આ મોટો, આ બાળક, આ યુવાન, આ વૃદ્ધ’ એમ કહી શકાય નહિ. જૂની- નવી દશા બદલાયા કરે છે તે ઉપરથી કાળ દ્રવ્યનું હોવાપણું નક્કી થાય છે. ૪.
ક્યારેક જીવ અને શરીર સ્થિર હોય છે અને ક્યારેક ગમન કરતાં હોય છે. સ્થિર હોવા વખતે તેમ જ ગમન કરતી વખતે-બન્ને વખતે તે આકાશમાં જ છે, એટલે આકાશ ઉપરથી તેમનું ગમન કે સ્થિર રહેવાપણું નક્કી થઈ શક્તું નથી. ગમનરૂપદશા અને સ્થિર રહેવારૂપ દશા, એ બન્નેને જુદી જુદી ઓળખવા માટે તે બન્ને દશામાં જુદાં જુદાં નિમિત્તરૂપ એવાં બે દ્રવ્યોને ઓળખવાં પડશે. ધર્મદ્રવ્યના નિમિત્ત વડે જીવ-પુદ્ગલનું ગમન ઓળખી શકાય છે. અને અધર્મદ્રવ્યના નિમિત્ત વડે જીવ-પુદ્ગલની સ્થિરતા ઓળખી શકાય છે. જો આ ધર્મ અને અધર્મદ્રવ્યો ન હોય તો, ગમન અને સ્થિરતાના ભેદને ઓળખી શકાય નહીં (પ-૬).
જો કે ધર્મ-અધર્મ દ્રવ્યો જીવ-પુદ્ગલને કાંઈ ગતિ કે સ્થિતિ કરવામાં મદદરૂપ નથી, પરંતુ એક એક દ્રવ્યના ભાવને અન્યદ્રવ્યની અપેક્ષા વગર ઓળખાવી શકાતા નથી. જીવના ભાવને ઓળખવા માટે અજીવની અપેક્ષા આવે છે, જાણે તે જીવ-એમ કહેતાં જ “જાણપણા વગરનાં અન્ય દ્રવ્યો છે તે જીવ નથી” એમ અજીવની અપેક્ષા આવી જાય છે. જીવ અમુક જગ્યાએ છે એમ બતાવતાં આકાશની અપેક્ષા આવે છે. આ પ્રમાણે છએ દ્રવ્યોમાં અરસપરસ સમજી લેવું. એક આત્મદ્રવ્યનો નિર્ણય કરતાં છએ દ્રવ્યો જણાય છે; એ જ્ઞાનની વિશાળતા છે અને જ્ઞાનનો સ્વભાવ સર્વ દ્રવ્યોને જાણી લેવાનો છે એમ સિદ્ધ થાય છે. એક દ્રવ્યને સિદ્ધ કરતાં છએ દ્રવ્યો સિદ્ધ થઈ જાય છે; તેમાં દ્રવ્યની પરાધીનતા નથી; પરંતુ જ્ઞાનનો મહિમા છે. તે જે પદાર્થ હોય તે જ્ઞાનમાં જરૂર જણાય. પૂર્ણ જ્ઞાનમાં જેટલું જણાય તે સિવાય અન્ય કાંઈ