Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 384 of 655
PDF/HTML Page 439 of 710

 

અ. પ ઉપસંહાર ] [ ૩૮૩

[નં. ૧ ધ્રુવ ઉપાદાન દ્રવ્યાર્થિકનયથી છે. નં. ૨-૩ ક્ષણિક ઉપાદાન પર્યાયાર્થિક

નયથી છે.] ૧૩૧ યોગ્યતા કોને કહે છે? ૧૩૧ “योग्यतैव विषयप्रतिनियमकारण मिति” (ન્યાય દિ. પૃ. ૨૭) યોગ્યતા જ

વિષયનું પ્રતિનિયામક કારણ છે. [આ કથન જ્ઞાનની યોગ્યતા (-સામર્થ્ય) ને

માટે છે. પરંતુ યોગ્યતાનું કારણપણું સર્વમાં સર્વત્ર સમાન છે.) (૨) સામર્થ્ય, શક્તિ, પાત્રતા, લાયકાત, તાકાત તે યોગ્યતા શબ્દના અર્થ છે. * ૧૩૨ નિમિત્ત કારણ કોને કહે છે? ૧૩૨ જે પદાર્થ સ્વયં કાર્યરૂપ ન પરિણમે, પરંતુ કાર્યની ઉત્પત્તિમાં અનુકૂળ હોવાનો

જેના ઉપર આરોપ આવી શકે તે પદાર્થને નિમિત્ત કારણ કહે છે. જેમકે ઘડાની ઉત્પત્તિમાં કુંભાર, દંડ, ચક્ર આદિ. (નિમિત્ત સાચું કારણ નથી- × અહેતુવત્ (અકારણવત્) છે કારણ કે તે ઉપચાર માત્ર અથવા વ્યવહાર માત્ર કારણ છે.) ૧૩૩ ઉપાદાન કારણ અને નિમિત્તની ઉપસ્થિતિનો શું નિયમ છે?

(બનારસી વિલાસમાં કથિત દોહા)

પ્રશ્નઃ– (૧) ગુરુ ઉપદેશ નિમિત્ત બિન, ઉપાદાન બલહીન;

જ્યોં નર દૂજે, પાંવ બિન, ચલવેકો આધીન. ૧

પ્રશ્નઃ– (૨) હૌં જાને થા એક હી, ઉપાદાન સોં કાજ;

થકૈ સહાઈ પૌન બિન, પાની માંહી જહાજ. ૨
પ્રથમ પ્રશ્નનો ઉત્તરઃ
જ્ઞાન નૈન કિરિયા ચરન, દોઊં શિવમગ ધાર;
ઉપાદાન નિશ્ચય જહાઁ, તહઁ નિમિત્ત વ્યૌહાર. ૩

અર્થઃ– સમ્યગ્દર્શન-જ્ઞાનરૂપ નેત્ર અને જ્ઞાનમાં ચરણ અર્થાત્ લીનતારૂપ ક્રિયા બન્ને મળીને મોક્ષમાર્ગ જાણો. ઉપાદાનરૂપ નિશ્ચયકારણ જ્યાં હોય ત્યાં નિમિત્તરૂપ વ્યવહારકારણ હોય જ છે. _________________________________________________________________ * ‘યોગ્યતા’ શબ્દનો પ્રયોગ શાસ્ત્રોમાં અનેક ઠેકાણે છે. આધાર માટે જુઓ પરિશિષ્ટ. × પંચાધ્યાયી ભાગ. ૨ ગા. ૩પ૧