Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 385 of 655
PDF/HTML Page 440 of 710

 

૩૮૪ ] [ મોક્ષશાસ્ત્ર

ભાવાર્થઃ– (૧) ઉપાદાન તે નિશ્ચય અર્થાત્ સાચું કારણ છે, નિમિત્ત વ્યવહાર અર્થાત્ ઉપચાર કારણ છે સાચું કારણ નથી તેથી તો તેને અહેતુવત્ કહ્યું છે. અને તેને ઉપચાર (-આરોપ) કારણ કેમ કહ્યું કે તે ઉપાદાનનું કાંઈ કાર્ય કરતું કરાવતું નથી તોપણ કાર્યના વખતે તેની ઉપસ્થિતિને કારણે તેને ઉપચારમાત્ર કારણ કહ્યું છે.

(ર) સમ્યક્દર્શન અને જ્ઞાનમાં લીનતાને મોક્ષમાર્ગ જાણો એમ કહ્યું તેમાં શરીરાશ્રિત ઉપદેશ, ઉપવાસાદિક ક્રિયા અને શુભરાગરૂપ વ્યવહારને મોક્ષમાર્ગ ન જાણો તે વાત આવી જાય છે.

પ્રથમ પ્રશ્નનું સમાધાનઃ–

ઉપાદાન નિજ ગુણ જહાઁ, તહઁ નિમિત્ત પર હોય;
ભેદજ્ઞાન પ્રમાણ વિધિ, વિરલા બૂઝે કોય. ૪

અર્થઃ– જ્યાં નિજશક્તિરૂપ ઉપાદાન તૈયાર હોય ત્યાં નિમિત્ત હોય જ છે એવી ભેદજ્ઞાન પ્રમાણની વિધિ (-વ્યવસ્થા) છે, આ સિદ્ધાંત કોઈ વિરલા જ સમજે છે. ૪.

ભાવાર્થ– જ્યાં ઉપાદાનની યોગ્યતા હોય ત્યાં નિયમથી નિમિત્ત હોય છે, નિમિત્તની વાટ જોવી પડે એમ નથી, અને નિમિત્તને કોઈ મેળવી શકે છે એમ પણ નથી. નિમિત્તની રાહ જોવી પડે છે અથવા તેને હું લાવી શકું છું એવી માન્યતા પર પદાર્થમાં અભેદ-બુદ્ધિ અર્થાત્ અજ્ઞાનસૂચક છે. નિમિત્ત અને ઉપાદાન બન્ને અસહાયરૂપ છે એ તો મર્યાદા છે. ૪.

ઉપાદાન બલ જહઁ તહાઁ, નહીં નિમિત્તકો દાવ;
એક ચક્રસોં રથ ચલૈ, રવિકો યહૈ સ્વભાવ. પ

અર્થઃ– જ્યાં જુઓ ત્યાં સદા ઉપાદાનનું જ બળ છે નિમિત્ત હોય છે પરંતુ નિમિત્તનો કાંઈ પણ દાવ (-બળ) નથી જેમ એક ચક્રથી સૂર્યનો રથ ચાલે છે એવી રીતે પ્રત્યેક કાર્ય ઉપાદાનની યોગ્યતા (-સામર્થ્ય) થી જ થાય છે. પ. ભાવાર્થઃ- કોઈ એમ માને છે કે-નિમિત્ત (-સંયોગરૂપ પરવસ્તુ) ઉપાદાન (-નિજશક્તિ) ઉપર ખરેખર અસર કરે છે, પ્રભાવ પાડે છે, સહાય-મદદ કરે છે, આધાર દે છે તો એ અભિપ્રાય મિથ્યા છે એમ અહીં દોહા નં. ૪-પ-૬-૭ માં સ્પષ્ટપણે કહ્યું છે. પોતાના હિતનો ઉપાય સમજવા માટે આ વાત મહાન પ્રયોજનભૂત છે.

શાસ્ત્રમાં જ્યાં પરદ્રવ્યને (-પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળાદિને) સહાયક, સાધન, કારણ, કારક આદિ કહ્યા હોય તો તે વ્યવહારનયની મુખ્યતાથી કથન છે તેને “એમ નથી” પણ કાર્ય થાય તો તે કાળે નિમિત્તાદિની અપેક્ષાએ (નિમિત્ત બતાવવા માટે) ઉપચાર કર્યો છે એમ જાણવું.