અ. ૬ સૂત્ર ૨-૩ ] [ ૩૯પ
૭. આ બન્ને પ્રકારના યોગોમાંથી જે પદે જે યોગ હોય તે જીવનો વિકારી પર્યાય છે; તેનું નિમિત્ત પામીને નવાં દ્રવ્યકર્મો આત્મપ્રદેશે આવે છે, તેથી તે યોગ દ્રવ્યાસ્રવનું નિમિત્તકારણ કહેવાય છે.
૮. પ્રશ્નઃ– પહેલાં યોગ ટળે છે કે મિથ્યાત્વાદિ ટળે છે? ઉત્તરઃ– સૌથી પહેલાં મિથ્યાત્વભાવ ટળે છે. યોગ તો ચૌદમા અયોગકેવળી ગુણસ્થાને ટળે છે. તેરમા ગુણસ્થાને જ્ઞાન વીર્યાદિ સંપૂર્ણ પ્રગટે છે તોપણ યોગ હોય છે; માટે પ્રથમ મિથ્યાત્વ ટાળવું જોઈએ. અને મિથ્યાત્વ ટળતાં તે પૂરતો યોગ સહજ ટળે છે.
૯. સમ્યગ્દ્રષ્ટિને મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાય નહિ હોવાથી તેને તે પ્રકારના ભાવ-આસ્રવો થતા જ નથી. સમ્યગ્દ્રષ્ટિને મિથ્યાત્વ ટળી જવાથી અનંતાનુબંધી કષાયનો તેમ જ અનંતાનુબંધી કષાયની સાથે સંબંધ રાખતા અવિરતિ અને યોગભાવનો અભાવ થઈ જાય છે (જુઓ, શ્રી સમયસાર પા. રરપ). વળી મિથ્યાત્વ ટળી જવાથી તેની સાથે રહેનારી પ્રકૃતિઓનો બંધ થતો નથી અને અન્ય પ્રકૃતિઓ સામાન્યસંસારનું કારણ નથી. મૂળથી કપાયેલા વૃક્ષનાં લીલાં પાંદડાં જેવી તે પ્રકૃતિઓ શીઘ્ર સુકાવા યોગ્ય છે. સંસારનું મૂળ અર્થાત્ સંસારનું કારણ મિથ્યાત્વ જ છે. (શ્રી સમયસાર પા. ર૧૭-ર૧૮).।। २।।
અર્થઃ– [शुभः] શુભયોગ [पुण्यस्य] પુણ્યકર્મના આસ્રવમાં કારણ છે અને [अशुभः] અશુભયોગ [पापस्य] પાપકર્મના આસ્રવમાં કારણ છે.
૧. યોગમાં શુભ કે અશુભ એવા ભેદ નથી, પણ આચરણરૂપ ઉપયોગમાં શુભોપયોગ અને અશુભોપયોગ એવા ભેદ હોય છે; તેથી શુભોપયોગ સાથેના યોગને ઉપચારથી શુભયોગ કહેવાય છે અને અશુભોપયોગ સાથેના યોગને ઉપચારથી અશુભયોગ કહેવાય છે.
૨. પુણ્ય આસ્રવ અને પાપ આસ્રવ સંબંધમાં થતી વિપરીતતા
પ્રશ્નઃ– આસ્રવસંબંધી મિથ્યાદ્રષ્ટિ જીવની શું વિપરીતતા છે? ઉત્તરઃ– આસ્રવતત્ત્વમાં જે હિંસાદિક પાપાસ્રવ છે તેને તો જીવ હેય જાણે છે,